IndiaStory

ચેતી જજો: Zomato માંથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યું, એકાઉન્ટમાંથી 91000 રૂપિયા ઉડી ગયા

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ભોજન માટે 91 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ખરેખર આ વિદ્યાર્થી સાથે વાત કરતી વખતે એક ફોન કોલ દરમિયાન આ રકમ તેના ખાતામાંથી ઉડાવી દીધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.રામપ્રસ્થ કોલોનીમાં રહેતા સિદ્ધાર્થના પિતા સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ છે અને માતા ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર છે.

સિદ્ધાર્થ પોતે એન્જિનિયરિંગનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. ઝોમેટોની રોકડ પરત આપવાના નામે કોઈએ સિદ્ધાર્થ બંસલના 91 હજાર 196 રૂપિયા ઉપાડી લીધા હતા. આ દરમિયાન કુલ 7 ટ્રાન્ઝેક્શન થયા હતા. તે ફોન પર મેસેજ જોઈ શકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

એક ગ્રાહકે અદાલતમાં શાકાહારી વાનગીઓને બદલે માંસાહારી વાનગીઓના વિતરણ માટે ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો અને એક હોટલ ઉપર કેસ કર્યો હતો જેના માટે કોર્ટે કંપનીને 55 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગ્રાહક અદાલતે Zomato ને 45 દિવસની અંદર દંડ પૂણેના વકીલ સનમુખ દેશમુખને આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમને માત્ર એક જ નહીં પરંતુ બે વાર માંસાહારી વાનગીઓ આપવામાં આવી હતી.

જોમાટોએ કન્ઝ્યુમર ફોરમને કહ્યું હતું કે હોટલ ની ભૂલ સામે આવી છે કે જે ખોટી ડીશ સપ્લાય કરે છે, પરંતુ ફોરમે તેને સમાન દોષી માનવામાં આવ્યું છે. જોકે હોટલે તેની ભૂલ સ્વીકારી. Zomato અને હોટલને સેવામાં વિલંબ માટે 50 હજાર રૂપિયા અને માનસિક પજવણી માટે બાકીની રકમ ચૂકવવા સૂચન કરાયું હતું.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે