ઘોરણ 10 અને 12 ના પ્રિલીમનરી પરીક્ષાના પેપરકાંડને લઈને આવ્યા મોટા સમાચાર
રાજ્યમાં પેપર લીકની બાબતો જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે સતત પેપર લીકના સમાચાર સામે આવતા રહે છે. એવામાં ગઈ કાલે ધોરણ 10 અને 12 ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર લીક થતા ભારે હોબાળો થયો છે. આ કારણોસર ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેની સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરીને આ મુદ્દા પર વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય જાણવા મળ્યું છે કે, આ પેપર લેવાયાના બે જ દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા યુટ્યુબ પર લીક થઇ ગયું હતું.જયારે નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાના પેપર છાપવામાં આવે છે તેના કારણે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ યુટ્યુબર ચેનલ દ્વારા આ વિડીયો યુટ્યુબ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સતત પેપર લીકની ઘટનાઓ ભારે ચકચાર મચાવ્યો છે. શાળા કક્ષાએથી પરીક્ષા લેવાની હોવાના કારણે મોટા ભાગની શાળાઓ પેપરલીક થવાની શક્યતાઓ રહેલી છે. આ બાબતમાં હિતેન્દ્રસિંહ પઢીયાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેમ છતાં પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય નવનીત પબ્લીકેશન હાઉસમાંથી કેવી રીતે ફૂટી શકે તેને લઈને તપાસ આદરવામાં આવી છે. એવામાં વાલી મંડળ દ્વારા આ પેપર લીક કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.