129 બાળકોનો પિતા છે આ વ્યક્તિ આ વર્ષે હજી 9 બાળકોના થશે જન્મ, 150 બાળકોનો પિતા બનવા માંગે છે
વિશ્વમાં એક એવો વ્યક્તિ છે જેની ઈચ્છા છે કે તે 150 બાળકોનો પિતા બે અને આ બાબતમાં તે વિશ્વનો 1 નંબર કહેવાય. 66 વર્ષના આ વ્યક્તિનું નામ ક્લાઇવ્સ જોંસ છે. તે રિટાયર્ડ ટીચર છે અને બ્રિટનમાં ચાઈડેસડેન, ડર્બી માં રહે છે. તે અત્યાર સુધી 129 બાળકોનો પિતા બની ચૂક્યો છે તેમના 9 બાળકો આ વર્ષે જ જન્મ લેવાના છે તેઓ હજી ગર્ભમાં જ છે. શું છે આખી બાબત ચાલો ફટાફટ જાની લઈએ.
નિવૃત્ત શિક્ષક ક્લાઈવ જોન્સ એવા યુગલો માટે સૌથી આગળ છે જેમને શુક્રાણુની જરૂર છે.તેઓ 58 વર્ષની ઉંમરથી શુક્રાણુઓનું દાન કરી રહ્યા છે. નોંધનીય છે કે તે પોતાનું સ્પર્મ મફતમાં દાન કરે છે. ડેઈલીમેલના એક અહેવાલ મુજબ, જોન્સને આ કાર્યવાહી અંગે હેલ્થ એક્સપર્ટ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. કારણ કે તેણે કોઈ લાયસન્સ ક્લિનિકમાં જઈને આવું કર્યું નથી. જોન્સનું કહેવું છે કે તેણે ફેસબુક દ્વારા સ્પર્મ ડોનેશન કર્યું હતું. આનાથી ઘણા પરિવારોના જીવનમાં ખુશીઓ પાછી આવી છે.
તેમનું કહેવું છે કે કદાચ હું વિશ્વમાં સૌથી બધુ બાળક પૈદા કરવાવાળો વ્યક્તિ બની શકું છું. હું આવનાર અમુક વર્ષ સુધી આવું કરતો રહીશ. ત્યાં સુધી 150 બાળકો થઈ જશે. હું ઘણા ક્લિનિક વિષે જાણું છું જય સ્પર્મ ડોનેટ નથી થયા પણ તેનું વેચાણ થાય છે. મને ઘણી માતા અને તેમના બાળકોના ફોટો મળે છે. જ્યારે તે મેસજ કરે છે ત્યારે મને ખૂબ ખુશી મળે છે.’ તે કહે છે કે હું લગભગ 20 બાળકોને જાતે મળ્યો છું. આ બધા બાળક ડર્બી, બમિગહમ, સ્ટોક અને નોતીઘમમાં જન્મેલ છે.
સ્પર્મ ડોનર ક્લાઈવ્સ જોન્સે જણાવ્યું કે તેમને દાદીમા તરફથી એક મેસેજ મળ્યો હતો જેમાં તેમણે તેમને પૌત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે તેણે અખબારમાં એવા ઘણા લોકોની પીડા વાંચી છે જેમને સંતાન નથી. ફેસબુક પર સંપર્ક કર્યા પછી, જોન્સ તેની વેનમાં તે સ્થળોએ જાય છે જ્યાં લોકો તેની પાસેથી શુક્રાણુની માંગ કરે છે. તે વર્ષોથી સ્પર્મ ડોનેશનનું કામ કરે છે, પરંતુ તેણે તેના માટે ક્યાંય પ્રચાર કર્યો નથી.
જોન્સના લગ્ન વર્ષ 1978માં થયા હતા. પરંતુ હવે તે તેની પત્નીથી અલગ રહે છે. તેમની પત્ની ડોનર બનવાના નિર્ણયથી ખુશ નથી. આ પહેલા જોન્સ વર્ષ 2018માં ચેનલ 4 પર ડોક્યુમેન્ટ્રી ‘4 મેન 175 બેબીઝ’માં જોવા મળી ચૂક્યો છે.ડેઈલી મેઈલ મુજબ, યુકેમાં સ્પર્મ ડોનેશન માટે કેટલાક નિયમો છે. દાતા સ્પર્મ બેંકની મુલાકાત લઈને માત્ર દસ પરિવારો માટે દાન કરી શકે છે. યુકેમાં આ માટે પૈસા નથી. જોકે, સાડા ત્રણ હજાર રૂપિયા માત્ર ટ્રાવેલ કવરના નામે જ મળે છે. જ્યારે દાતા રહે છે, ત્યારે હાઉસિંગ ફી પણ છે.
યુકેમાં 2005માં નિયમો બદલાયા હતા અને ત્યારથી કોઈ પણ વ્યક્તિ ગુપ્ત રીતે સ્પર્મ ડોનેટ કરી શકે નહીં. જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યારે તે જાણી શકે કે તેના જૈવિક પિતા કોણ છે? યુકેમાં શુક્રાણુ દાતાની ઉંમર 18 વર્ષથી 41 વર્ષની વચ્ચે હોઈ શકે છે. તે જ સમયે, દાતાએ અઠવાડિયામાં એકવાર અને મહિનામાં 3 થી 6 વખત પ્રજનનક્ષમતા ક્લિનિકની મુલાકાત લેવાની હોય છે જેથી સ્પર્મ ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ થાય.