IndiaInternational

Facebook and Instagram down :ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સર્વર ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ

Facebook and Instagram down: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છેલ્લા 20 મિનિટથી ડાઉન છે. એક્સ એકાઉન્ટ પર યુઝર દ્વારા આને લગતી ઘણી ટ્વિટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે મેટાની માલિકીની ઇન્સ્ટાગ્રામ પર ફીડ લોડ થઈ રહી નથી અને તે કંઈપણ કરવા સક્ષમ નથી. યુઝર્સ સાથે આવું શા માટે થઈ રહ્યું છે તે અંગે સૌ કોઈ વિચારી રહ્યા છે.

મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ડાઉનિંગ પર પ્રતિક્રિયા આપી છે. મેટાના પ્રવક્તાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે લોકોને અમારી સેવાઓ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અમે અત્યારે તેના પર કામ કરી રહ્યા છીએ. રાત્રે જ અચાનક મેટા કંપનીના બંને પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને લોગિન અને ફીડ રિફ્રેશ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો શરૂ થયો. ફેસબુક પર યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયા હતા.

જ્યારે Instagram પર, વપરાશકર્તાઓ નવા ફીડ્સને રિફ્રેશ કરવામાં સક્ષમ નથી. કેટલાક યુઝર્સે યુટ્યુબ પર વીડિયો સ્ટ્રીમિંગ અંગે પણ ફરિયાદ કરી છે. લોગીન કરવા માટે, આ પ્લેટફોર્મ યુઝર્સના વોટ્સએપ અને ઈમેલ પર રિકવરી કોડ મોકલી રહ્યા છે, પરંતુ ઘણા યુઝર્સ આ કોડ્સ મેળવી રહ્યાં નથી. કોડ ઉપલબ્ધ હોવા છતાં, તે લોડ થતો નથી.

ગઇકાલે જ સમાચાર આવ્યા હતા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ , યુટ્યુબના કરોડો યુઝર્સના સિક્યોરીટી કોડ લીક થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લીક ના કારણે જ આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર કામ ચાલી રહ્યું હતું જેથી સર્વર ડાઉન હતું અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.