International

શું તમારી પાસે આ ફોન છે? કંપની આપી રહી છે 29 હજાર રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો

iPhone 7 યુઝર્સ માટે સારા સમાચાર છે. Apple iPhone 7ના લાખો વપરાશકર્તાઓને 29,000 રૂપિયા આપવા જઈ રહી છે. જો તમે પણ iPhone 7 નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને 29 હજાર રૂપિયા પણ મળી શકે છે. એપલે યુએસ કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમાના સમાધાન માટે iPhone 7 યુઝર્સને $35 મિલિયન એટલે કે લગભગ રૂ.290 કરોડનું વળતર ચૂકવવા સંમતિ આપી છે. આ Apple iPhoneની ચિપમાં સમસ્યા હોવાના કારણે યુઝર્સને ફોનમાં ઓડિયો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

એપલે કહ્યું કે કંપની હવે iPhone 7 યુઝર્સને ઈ-મેઈલ મોકલીને તેમને વળતરની જાણકારી આપી રહી છે. જોકે એપલ આ વળતર અમેરિકામાં રહેતા યુઝર્સને જ આપશે. આનો સ્પષ્ટ અર્થ છે કે ભારતીય યુઝર્સને તેનો લાભ નહીં મળે. એપલે કહ્યું કે જે યુઝર્સે 16 સપ્ટેમ્બર, 2016 અને 3 જાન્યુઆરી, 2023 વચ્ચે iPhone 7 ખરીદ્યો છે તેમને જ વળતર આપવામાં આવશે.

જો કોઈ અમેરિકામાં રહેતું હોય અને 16 સપ્ટેમ્બર, 2016 અને 3 જાન્યુઆરી, 2023 વચ્ચે iPhone 7 ખરીદ્યો છે, તો તમે પણ આનો લાભ લઈ શકો છો. આ સમયગાળા દરમિયાન જો તમે તમારો iPhone 7 એપલના કોઈપણ સેવા કેન્દ્રોને સમારકામ માટે આપ્યો હોય, તો પણ તમે તેનો લાભ લઈ શકશો.

જો કોઈ વપરાશકર્તાને કોઈપણ કારણસર Apple તરફથી ઈ-મેલ પ્રાપ્ત ન થયો હોય, તો તેઓ Appleની સેટલમેન્ટ સેવાનો ઉપયોગ કરીને વળતરનો દાવો કરી શકે છે. વપરાશકર્તાઓ 3 જાન્યુઆરી, 2024 પહેલા વળતર માટે ઈ-મેલ મોકલી શકે છે. તે વપરાશકર્તાઓ પર નિર્ભર કરે છે કે તેઓ આ વળતરનો દાવો કેવી રીતે કરે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં એપલ વિરુદ્ધ અમેરિકાના ઘણા રાજ્યોમાંથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુઝર્સે કહ્યું કે એપલે દેશના ગ્રાહક સુરક્ષા નિયમો તોડ્યા છે. કેલિફોર્નિયાની કોર્ટ 18 જુલાઈ, 2024ના રોજ અથવા તે પહેલાં Appleના આ સમાધાનને મંજૂર કરશે.