Ajab GajabIndia

એક જ વ્યક્તિએ 7 રાજ્યમાં 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન, કોઈને પણ ખબર પડી નહીં અને એકદિવસ…

ઓડિશામાં પોલીસએ એક વ્યક્તિને પકડ્યો છે જેણે એક કે નહીં પણ 14 લગ્ન કર્યા છે. આ લગ્ન તેણે 7 રાજ્યની મહિલાઓ સાથે કરી છે. લગ્ન પછી તે આ મહિલાઓને છેતરી લેતો હતો. આરોપી આ મહિલાઓને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો અધિકારી બનીને મળતો હતો.આરોપી ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાનો રહેવાસી છે. તેમના ઘણા નામ છે રમેશ ચંદ્ર સ્વૈન ઉર્ફે બિધુ પ્રકાશ સ્વૈન ઉર્ફે રામાણી રંજન સ્વૈન વગેરે. આરોપી ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો જ્યારે ગયા વર્ષે જુલાઈમાં એક મહિલા સ્કૂલ ટીચરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેની ભુવનેશ્વરમાં ભાડાના મકાનમાંથી ધરપકડ કરી હતી.

ડીસીપી ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે આરોપીએ 2018માં દિલ્હી આર્ય સમાજની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં ‘ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ’ના રેન્કની ઓફિસર હતી. જો કે, જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

પોલીસને તપાસમાં ખબર પડે છે કે આરોપી ‘ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ’ના રૂપે પોતાની નકલી ઓળખાણ બતાવતો હોય છે. એવું કરીને તેણે ઓછામાં ઓછી 14 મહિલાઓ સાથે દગો કરીને લગ્ન કર્યા હતા. લગ્ન માટે તે મહિલાઓ મેટ્રીમોનિયલ વેબસાઇટ પરથી શોધતો હતો. તે વધારે પડતી આધેડ ઉમરની અવિવાહિત મહિલાઓને જ સિલેકટ કરતો હતો. જેમને લાંબા સમયથી સાથીની તલાશ હોય છે તેણે તે પોતાની જાળમાં ફસાવતો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ વકીલ, ટીચર, ડૉક્ટર અને ઘણી ભણેલી-ગણેલી મહિલાઓ પણ તેની જાળમાં ફસાયેલ હતી.

આટલી બધી મહિલાઓ સાથે લગ્ન કરવા પાછળનો આરોપીનો હેતુ તેમની સંપત્તિ અને પૈસા હડપ કરવાનો હતો. આરોપી 5 બાળકોનો પિતા પણ છે. તેણે પ્રથમ લગ્ન 1982માં અને બીજા લગ્ન 2002માં કર્યા હતા. આરોપીએ પંજાબમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ની મહિલા અધિકારી સાથે લગ્ન કર્યા હતા અને તેની પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેણે ગુરુદ્વારામાંથી 11 લાખ રૂપિયાની છેતરપિંડી પણ કરી હતી. આ ગુરુદ્વારામાં તેણે CAPF ઓફિસર સાથે લગ્ન પણ કર્યા.

પોલીસે અગાઉ આ આરોપીને 2006માં 13 બેંકો સાથે રૂ. 1 કરોડની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીએ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને અનેક વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવી લીધા છે. તેણે હૈદરાબાદના એક નર્સિંગ હોમના માલિક સહિત અનેક વિદ્યાર્થીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયા લીધા હતા. બાદમાં હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

અત્યાર સુધી 14 પીડિત મહિલામાંથી 9 મહિલાઓ પોલીસને સંપર્ક કરી ચૂકી છે. પોલીસનું કહેવું છે કે હજી બીજી પણ મહિલાઓ આવી શકે છે જે બદનામીને લીધે સામે આવતી નથી. પોલીસને આરોપી પાસેથી 11 એટીએમ કાર્ડ, અલગ-અલગ ઓળખાણ વાળા 4 આધાર કાર્ડ અને અલગ ઓળખાણનું એક બિહાર સ્કૂલનું સર્ટિફિકેટ પણ મળે છે. આરોપી વિરુધ્ધ આપીસીની ધારા 498, 419, 471 ને 494 અંતર્ગત કેસ નોંધાવ્યો છે. પોલીસ તેણે રિમાન્ડમાં લઈને તપાસ કરી રહી છે.