India

બે વર્ષના બાળકે માતાના મોબાઈલમાં રહેલ શોપિંગ એપમાં કર્યો એવો ઓર્ડર કે પરિવાર મુશ્કેલીમાં મુકાયો

હાલના યુગમાં મોબાઈલ આપણા જીવનની જરૂરી વસ્તુ બની ગઈ છે. કેમ કે મોબાઈલ દ્વારા આપણે દરેક કામ કરી શકીએ છે પરંતુ ક્યારેક કેટલાક કામ પણ થઈ જાય છે જેના કારણે આપણે પછતાવો વારો આવે છે. એવામાં હાલના સમયમાં બાળકો પણ મોબાઈલમાં ગેમ રમવાનો શોખીન થઈ ગયા છે. પરંતુ બે વર્ષના બાળકને લઈને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

દિલ્હીમાં 2 વર્ષના નાના બાળકે મોબાઈલમાં ગેમ રમવાની સાથે જ મોટો કાંડ કરી નાખ્યો છે. 2 વર્ષના બાળક દ્વારા તેની માતાના ફોનમાંથી રૂપિયા 1.4 લાખના ફર્નિચરનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જેના લીધે આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમાં તે પણ જાણવા મળ્યું છે કે, આ દંપતિને તે પણ જાણ નહોતી કે, તેમના બાળકે ઓનલાઈન ફર્નિચર ઓર્ડર આપી દીધો હતો.તેમાં પણ જયારે તેમના ઘરે ફર્નિચરની ડીલીવરી કરવામાં આવી તો દંપતિ અંચબામાં મુકાઈ ગયું હતું.

જયારે આ દંપતિ વાત કરીએ તો આ ભારતીય દંપતિ હાલ અમેરિકામાં વસવાટ કરે છે અને તેના દીકરા દ્વારા મોબાઈલ એપમાં રહેલ શોપિંગ કાર્ટમાંથી ઘણા ફર્નિચરનો ઓર્ડર કરી દીધો હતો. તેમાં પણ જાણવા મળ્યું છે કે, દંપતિના મોબાઈલ પર રહેલ સરનામાં પર કંપની દ્વારા એક બાદ કરવામાં આવેલ ફર્નિચરના ઓર્ડરને મોકલવાનું શરુ કરવામાં આવ્યું હતું. જેના લીધે આ દંપતિ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.