BjpDelhiIndia

પ્રિયંકા ગાંધીએ ઈન્ડિયા ગેટથી મોદી સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું – તાનાશાહી નહીં ચાલે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ઇન્ડિયા ગેટ પર ધરણા માટે બેઠા હતા.પ્રિયંકા ગાંધી જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે ધરણા પર બેઠા હતા.ધરણા કર્યા બાદ તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકશાહી છે, સરમુખત્યારશાહી નથી અને વિદ્યાર્થીઓ આ લોકશાહીનો મુખ્ય ભાગ છે.પ્રિયંકા ગાંધીની સાથે તેમના સમર્થકો પણ ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના મહાસચિવએ કહ્યું છે કે દેશ ગુંડાઓની સંપત્તિ નથી. અગાઉ, પ્રિયંકા ગાંધી સહિતના તમામ કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ઈન્ડિયા ગેટથી ખસી જવા કહ્યું હતું. સલામતીના કારણોસર તેને પાછો ખેંચવાનું કહેવામાં આવ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 2 કલાકનું આ પ્રદર્શન સાંજે 4 વાગ્યે શરૂ થયું. તેમણે કહ્યું કે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એકતા વ્યક્ત કરવા પ્રિયંકા ગાંધીની સાથે કેસી વેણુગોપાલ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એકે એન્ટની, અહેમદ પટેલ અને પાર્ટીના અન્ય નેતાઓ પણ ધરણા પર બેઠા છે.

આ દરમિયાન ત્રણ મેટ્રો સ્ટેશન બંધ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ડીએમઆરસીના જણાવ્યા અનુસાર પટેલ ચોક, સેન્ટ્રલ સચિવાલય, ઉદ્યોગ ભવન મેટ્રોના પ્રવેશ અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ પટેલ ચોક અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર મેટ્રો અટકશે નહીં.રવિવારે જામિયામાં એક પ્રદર્શન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. યુવતીઓએ આક્ષેપ કર્યો છે કે દિલ્હી પોલીસે તેમના પર હુમલો કર્યો હતો, તેમજ કેમ્પસમાં ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.

પોલીસે રવિવારે વિદ્યાર્થીઓની સામે બળનો ઉપયોગ કર્યો હતો. સુધારેલા કાયદા સામે વિરોધ પ્રદર્શનો થયા પછી હિંસક વિરોધ કરવામાં આવ્યો જેમાં બસોને આગ ચાંપી દેવામાં આવી.તમને જણાવી દઇએ કે રવિવારે દક્ષિણ દિલ્હીના ટોળાએ પોલીસકર્મીઓ, સામાન્ય નાગરિકો અને મીડિયાને નિશાન બનાવ્યા હતા. ટોળાએ દક્ષિણ દિલ્હીના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. વિરોધીઓ હિંસક બન્યાના પાંચ કલાક અને પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ પોલીસે જામિયા નગરમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. પોલીસે વિરોધીઓને વિખેરવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. હિંસક ટોળાએ પોલીસકર્મીઓ સાથે અથડામણ કરી હતી.