BjpIndiaPolitics

એકલા છો, મારી સાથે દોસ્તી કરશો? આવુ ટ્વીટ કરનાર યુવતીને PM મોદી પણ ફોલો કરે છે, CAA મામલે સમર્થન લેવા ભાજપનું હલકી કક્ષાનું કૃત્ય

નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે ભાજપ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે કે CAA કેમ મહત્વનું છે. સીએએના સમર્થનમાં ભાજપ એક રેલી યોજી રહી છે. ઘરે ઘરે જઈને લોકોને મનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પાર્ટીએ એક નંબર પણ જાહેર કર્યો છે. CAA ના સમર્થનમાં લોકોને મિસ્ડકોલ કરવા કહેવાયું છે. આ નંબર ટોલ ફ્રી છે. અને પાર્ટીએ લોકોને મિસ કોલ આપીને નાગરિકત્વ કાયદાને ટેકો આપવા અપીલ કરી છે.

ઘણા ભાજપ સમર્થકોએ તો શરમ નેવે મૂકી દીધી છે. ભાજપ સમર્થક અને આઇટી સેલની મહિલાઓ પણ ટ્વીટ કરીને પૂછે છે કે, એકલા છો ? મને કોલ કરો. અને CAA ને સમર્થન કરવા માટેનો નંબર લખ્યો હોય છે. શું ભાજપને CAA ના સમર્થન માટે આટલી હલકી કક્ષા પર ઉતરવું પડ્યું કે મહિલા સમર્થકો પણ આવા મેસેજ ફેલાવે છે. આંચલ નામની યુવતીએ પણ લખ્યું છે, એકલા છો, દોસ્તી કરશો?

નવાઈની વાત એ છે કે આંચલ નામની યુવતીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્વીટરમાં ફોલો કરે છે. હવે પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદી ના હાથ નીચે આવા કૃત્યો થઇ રહ્યા છે? શું PM ના આદેશ મુજબ દેશમાં આ પ્રકારના મેસેજ વાઇરલ કરાઈ રહ્યા છે?