રાજકોટ: મેચ જોયા બાદ રાધે નમકીનના માલિક દર્શન પટેલ એ ફેકટરીમાં આપઘાત કરી લીધો
રાજકોટ: યુનિવર્સિટી રોડ પરની એક સોસાયટીમાં રહેતા દર્શન પટેલએ પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે.રાજકોટમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળ્યા બાદ યુવાને આપઘાત કરી લીધો હતો. દર્શન ના પિતા ચમનભાઈ ધ્રોલમાં રસાયણ ખાતરની દુકાન ચલાવે છે. પરિવાર સુખી સમૃદ્ધ છે અને દર્શન રાધે નમકીન માં પાર્ટનર પણ હતો.
25 વર્ષના દર્શન પટેલે પોતાના રાધે નમકીન ના કારખાનામાં જ ઝેરી દવા પી લીધી હતી બાદમાં કામદારો તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન દર્શન પટેલનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ દર્શનભાઈનાં લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. દર્શન એક નો એક દીકરો હતો અને પરિવાર પણ સુખી હતો. દર્શને આવું પગલું કેમ ભર્યું તે પણ પરિવાર જાણી નથી શક્યો.
પોલીસને બનાવની જાણ કરાતા દર્શન પટેલનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વિગતો આપતા જણાવ્યું કે ગઈકાલે દર્શન ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોવા પણ ગયો હતો અને ત્યાંથી પોતાના રાધે નમકીન નામના કારખાનાના આવ્યો હતો. તે શ્રમિકો માટે નાસ્તો પણ લઈને આવ્યો હતો અને પોતે ઓફિસમાં જઈને ઝેરી દવા પી લીધી હતી.
બાદમાં શ્રમિકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા પણ ત્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવાર અને મિત્રો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. દર્શનના આવા પગલાંથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. દર્શનની અંતિમવિધિ બાદ આપઘાતનું કારણ જાણવા તપાસ કરવામાં આવશે.