Ahmedabad

અમદાવાદમાં જાહેરનામા ની ઐસી કી તૈસી: શાક ની લારીઓ વાળા રોડ પર નીકળી પડ્યા,

રાજ્યભરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.સરકારના નિર્ણયો પણ અમુક જગ્યાએ તો ફોકટ સાબિત થઇ રહ્યા છે.કોરોનાને રોકવા માટે સરકાર દ્રારા સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં અમદાવાદમાં વધી રહેલા કેસોને પગલે રાજ્ય સહીત કેન્દ્ર સરકાર પણ ખુબ જ ચિંતિત છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધતા રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે જ એટલે કે ગુરુવારે અમદાવાદમાં તમામ દુકાનો બંધ રાખવા અને માત્ર દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો.

ગઈકાલે મોડી રાતે બોપલ- ઘુમા નગરપાલિકા દ્વારા પણ 15 મે સુધી તમામ દુકાનો બંધ રાખવા અને ફક્ત દવા અને દૂધની જ દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જો કે આજે સવારે બોપલ અને ઘુમા વિસ્તારમાં શાકભાજ- ફળની લારીઓ અને પ્રોવિઝન સ્ટોર ખુલ્યા હતાં.એ જોઇને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અહી લોકોએ આ આદેશનો ખુલ્લે આમ મજાક બનાવી દીધો હતો.

બોપલવાસીઓએ સરેઆમ ઉલ્લંઘન કરી શાકભાજી અને વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યા હતા. અનેક સોસાયટીમાં શાકભાજીની લારી અને ટેમ્પાવાળા પણપોહચી ગયા હતા. માત્ર દવા અને દુધની જ દુકાનો ચાલુ રાખવાની જાહેરાત બાદ પણ લોકો બધું વેચવા નીકળી ગયા હતા.પણ અહી વિચિત્ર વાત તો એ છે કે આટલા બધા કેસ વધે છે આટલા આદેશો અપાય છે છતાં પોલીસ પણ ક્યાંય દેખાઈ નહોતી. પોલીસ દ્વારા કોઈ જ પગલાં અહી લેવામાં આવ્યા ન હતાં.