IndiaInternational

ભારતને તેવર દેખાડવા જતા પાકિસ્તાનને મોટો ફટકો: દવા કંપનીઓ વિરોધમાં ઉતરી

ભારત સાથે દુશમની કરવા જતા પાકિસ્તાન હવે ખુદ ફસાઈ ગયું છે. ઓગસ્ટમાં જ્યારે નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો, ત્યારે પાકિસ્તાને ભારત સાથેના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જેવા પગલાં લીધાં હતાં. કોરોના વાયરસ ની મહામારીમાં હવે માત્ર પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જ તેમની સરકારને ભારતથી આયાત પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાંથી દવાઓની આયાતને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી રહ્યો છે. પાકિસ્તાને ભારતના વેપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યાના થોડા દિવસ બાદ, પાકિસ્તાને જીવન બચાવનાર દવાઓની આયાત પર છૂટ આપી હતી. જો કે, જીવન બચાવવાની દવાઓની આડમાં, વિટામિન્સ અને સરસવનું તેલ પણ ભારત તરફથી મંગાવવામાં આવ્યું હતું.

જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે પાકિસ્તાન સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ. વિવાદ વધી જતા પાકિસ્તાન સરકારે આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. જોકે પાકિસ્તાન સરકારની સંભવિત કાર્યવાહીને લઈને ફાર્મા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.ફાર્મા મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ પાકિસ્તાને સરકારને ભારતની આયાત પર પ્રતિબંધ લગાવવા પગલાં ન લેવાની ચેતવણી આપી છે. એસોસિએશને કહ્યું કે જો આવું થાય તો દવાઓના ઉત્પાદનમાં 50 ટકાનું નુકસાન થશે. આનાથી પાકિસ્તાનમાં માત્ર દવાઓની તંગી સર્જાશે, પરંતુ કોરોના વાયરસ સામેની દેશની લડત પણ નબળી પડી જશે.

ફાર્મા એસોસિએશન (પીપીએમએ) ના વાઇસ ચેરમેન સૈયદ ફારૂક બુખારીએ કહ્યું કે જ્યારે દેશમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટ જેવા કોઈ પણ નિર્ણયથી ભારત અથવા અન્ય કોઈ દેશમાંથી જરૂરી દવાઓ અને કાચા માલની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાય એવા કોઈ પગલાં ન લેવા જોઈએ.

પીપીએએમએના પૂર્વ અધ્યક્ષ ડો.કેસર વાહિદે પણ સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ડ્રગનું 95 ટકા ઉત્પાદન અન્ય દેશોમાંથી લાવવામાં આવતા કાચા માલ પર આધારિત છે. તેમાંથી ભારતનો હિસ્સો 5૦ ટકા છે જ્યારે બાકીનો ચીન અને કેટલાક યુરોપિયન દેશોમાંથી પણ આયાત કરવામાં આવે છે. ભારતથી ખૂબ ઓછી તૈયાર દવાઓ આવે છે જેમાં રસી વગેરેનો સમાવેશ થાય છે.