India

મોડી રાત્રે માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ,12 લોકોના મોત, નવા વર્ષે દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા

જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. માતા વૈષ્ણો દેવીના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આમાં અત્યાર સુધીમાં 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ તમામ ભક્તો નવા વર્ષના દર્શન માટે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં વૈષ્ણોદેવીની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

પોલીસ કંટ્રોલ રૂમ રિયાસીએ માહિતી આપી હતી કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં ઘાયલ થયા હોવાની માહિતી છે. બચાવ કામગીરી ચાલુ છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું છે કે નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. અત્યારે ચોક્કસ સંખ્યા કહી શકાતી નથી. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે, ઘાયલોની કુલ સંખ્યાની પણ પુષ્ટિ થઈ નથી.

જીવ ગુમાવનારાઓમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. એક ભક્તે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.