આપણા દેશમાં ગમેએટલા પ્રયત્ન કરીએ પણ બળાત્કાર જેવી ઘટનાઓ રોકાવવાનું નામ નથી લેતી. મહિલાઓને લઈને અમુક પુરુષોની ગંદી માનસિકતા હજી પણ એમને એમ જ છે અને આ એક ચિંતાનો વિષય છે. હવે એક નાબાલિક યુવાને કરેલ બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના સાગરપુરમાં બની હતી. આ યુવક 27 તારીખે 18 વર્ષનો થઇ ગયો હતો. એવામાં તે મોદી રાત્રે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે મિત્રો સહે નીકળ્યો હતો. પણ રસ્તામાં એવું કશુંક થાય છે કે તેને રસ્તામાં એક પરણિત મહિલા મળે છે અને તે તેનો બળાત્કાર કરી નાંખે છે.
સોમવારે રાત્રે 3 વાગ્યે દિલ્હી પોલીસને એક મહિલાનો ફોન આવ્યો. તેણે પોલીસને કહ્યું કે તેની સાથે બળાત્કાર થયો છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવી. અહીં મહિલાએ પોલીસને બળાત્કારની આખી વાત કહી. મહિલાએ જણાવ્યું કે તે પરિણીત છે. સોમવારે રાત્રે તેણીના પતિ સાથે ઝઘડો થયો હતો. તેથી તે ઘર છોડીને આવ્યો હતો. પછી રસ્તામાં કેટલાક છોકરાઓએ તેને લિફ્ટ ઓફર કરી.
મહિલા આગળ જણાવે છે કે સોમવારે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ ચાલી રહ્યો હતો એવામાં કોઈપણ ટેક્સી કે પછી બીજું કોઈ વાહન મળી રહ્યું હતું નહિ. એવામાં તેણે એ છોકરાઓ પાસે લિફ્ટ માંગી હતી જો કે લિફ્ટ લિફ્ટ આપ્યા પછી આરોપી મહિલાને વિહાર એરિયામાં લઇ જાય છે અને ત્યાં રેની સાથે રેપ કરવામાં આવે છે. આ પછી છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. અને મહિલાએ પોલીસને ફોન કરીને સૂચના આપી હતી.
શરૂઆતમાં, મહિલા પોલીસને તે કહી શકી ન હતી કે તેણે છોકરાઓ પાસેથી કઈ ચોક્કસ જગ્યાએથી લિફ્ટ લીધી હતી. જોકે, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બંને આરોપીઓને ટ્રેસ કરીને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે બે આરોપીઓમાંથી એકનો જન્મદિવસ હતો, જેના માટે બંને સેલિબ્રેશન કરવા માટે બહાર આવ્યા હતા. ઘટનાના દિવસે આરોપી પુખ્ત બની ગયો હતો. આવી સ્થિતિમાં જ્યારે તેણે રાત્રે એક મહિલાને એકલી જોઈ ત્યારે તેનો ઈરાદો બગડી ગયો અને તેણે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો.
સોમવારે નાઈટ કર્ફ્યુ લાગેલ હતો. જગ્યા જગ્યાએ પોલીસના બૈરિકૈડ પણ લગાવવામાં આવેલ હતો. ચેકીંગ પણ થઇ રહી હતી પણ તેમ છતાં આરોપી મહિલાને એક એરિયાથી બીજા એરિયામાં લઈ જાય છે અને કોઈપણ પોલીસ તેને રસ્તામાં રોકતું નથી. એવામાં પોલીસ ઉપર પણ અનેક સવાલ ઉભા થયા છે.