AhmedabadAjab GajabGujaratIndia

અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં તમે ભરપેટ ખાઈ શકો છો, એ પણ તમારી ઈચ્છા અનુસાર પૈસા આપવાના રહેશે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે અમે તમારી જોડે એવી માહિતી શેર કરીશું,જે અંગે તમે વિશ્વાસ નહીં કરો પરંતુ ખરેખર આ વાત સાચી છે.આ રેસ્ટોરન્ટમાં તમે ભરપેટ ખાઈ શકો છો એ પણ કેટલું બિલ બનશે એની ચિંતા વગર ખાઈ શકો છો.આપણે એડ્રેસની વાત કરીએ તો અમદાવાદના સીજી હાઈવે રોડ પર મ્યુનિસિપલ માર્કેટની સામે આ ‘સેવા કેફે’ નામની રેસ્ટોરન્ટ આવેલ છે.

આ રેસ્ટોરંટ છેલ્લા 12 વર્ષથી ગિફ્ટ ઈકોનોમી પર ચાલી રહ્યું છે.આ રેસ્ટોરન્ટમાં તમે ગમે તેટલું ખાવાનું ખાઈ શકો છો,તમે તમારી ઈચ્છા અનુસાર બિલ ચૂકવી શકો છો.તમે વિચારતા હશો આવું કેમ ? તો જણાવી દઈએ કે ગિફ્ટ ઈકોનોમીમાં તમારે ખાવાનું ખાધા પછી બિલ ચૂકવવાની જરૂર નથી,કારણ કે તમારું બિલ કોઈ પહેલેથી જ ચૂકવી ચૂક્યું છે.

હવે તમારે તમારી ઈચ્છા અનુસાર બીજા કોઈ ગ્રાહક માટે ચૂકવવાના હોય છે.તમે તમારી ઈચ્છા અનુસાર જેમ કે 500,1000 જે આપવા હોય ત્યાં ચૂકવી શકો છો.આ કેફે NGO માનવ સદન અને સ્વચ્છ સેવા સદન દ્વારા ચલાવવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કેફે સંપૂર્ણપણે સ્વયંસેવકોની મદદથી ચલાવવામાં આવે છે.

જો તમે અહીં સ્વયંસેવક બનવા માંગતા હો, તો તમે આ કાફેમાં તમારી કુશળતા બતાવી શકો છો.જો તમને રસોઈનો શોખ હોય તો તમે રસોઈ બનાવી શકો છો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર