Ajab GajabNews

75 હજાર લોકોના ખાતામાં ભૂલથી જમા થઇ ગયા 1310 કરોડથી પણ વધુ રૂપિયા

બેન્કની ભૂલથી ખાતામાં પૈસા આવી ગયા હોય એવા તો તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આ ઘટના તમને ખુબ નવાઈથી ભરપૂર લાગશે. આમાં બેન્કની ભૂલને કારણે લોકોના ખાતામાં લગભગ 1310 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જમા થઇ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે પણ આ કોઈ એક કે બે વ્યક્તિના ખાતામાં જમા નથી થયા આ રકમ તો 75 હજાર લોકોના ખાતામાં જમા થઇ ગયા છે. ઘણીવાર આવી ઘટનામાં બેન્કને પૈસા પરત મળી જાય છે પણ અહીંયા એવું નથી થતું.

જ્યારે લોકોના ખાતામાં પૈસા આવ્યા તો તેઓએ પણ જોરદાર ખરીદી કરી. બેંક સાથે આ ભૂલ ક્રિસમસ દરમિયાન થઈ હતી. ક્રિસમસ અને નવા વર્ષના સમયે, લોકો તેમના ખાતામાં આટલા પૈસા જોઈને ખુશ થયા નહોતા અને ઘણી ખરીદી કરી હતી.માલામાલ કરવાવાળી આ ઘટના બ્રિટનથી Santander બેન્કની છે, અહીંયા ભૂલથી 75 લાખ લોકોના ખાતામાં હજારો કરોડ રૂપિયાથી વધુ રકમ મોકલી આપવામાં આવી હતી.

આ રકમ બેન્કના જ 2 હજારથી વધુ ખાતામાં જમા કરવામાં આવી હતી. પણ જયારે હિસાબ કરવામાં આવે છે તો આ રકમ 130 મિલિયન જેટલી નીકળે છે. ભારતીય રકમ પ્રમાણે આ રૂપિયા લગભગ 1310 રૂપિયા જેટલી થાય છે. પણ હવે સૌથી મોટી મુશ્કેલ એ આવી રહી છે કે જેમના ખાતામાં ભૂલથી પૈસા જમા થઇ ગયા છે તેમની પાસેથી આ પૈસા પરત લેવા કેવીરીતે?

ટેકનિકલ સમસ્યાને કારણે બેંક તરત જ પૈસા ઉપાડી શકી ન હતી, જેનો લાભ ગ્રાહકોએ ઉઠાવ્યો હતો અને તેમના ખાતામાંથી ઘણા પૈસા ખર્ચી નાખ્યા હતા. નાતાલ અને નવા વર્ષના અવસર પર, ભૂલથી ધનકુબેર બની ગયેલા આ લોકોએ પોતાના ખજાનાનો ઉપયોગ કરીને તેમની દરેક ઇચ્છા પૂરી કરી. આ ખરીદીથી આ બેંકને કરોડોનું નુકસાન થઈ શકે છે.

આટલી મોટી રકમની ગેરરીતિથી બેંક અધિકારીઓ ફફડી ઉઠ્યા છે. બેંકે કહ્યું કે અમને અફસોસ છે કે ટેક્નિકલ સમસ્યાના કારણે અમારા કોર્પોરેટ ગ્રાહકોના પૈસા કેટલાક ગ્રાહકોના ખાતામાં ખોટી રીતે ટ્રાન્સફર થઈ ગયા. આ કારણોસર, અમે ડુપ્લિકેટ વ્યવહારોને ટ્રૅક કરવા માટે યુનાઇટેડ કિંગડમની તમામ બેંકો સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. આ પછી, આ પૈસા ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. એવું જાણવા મળે છે કે બેંક એવા લોકોનો સંપર્ક કરી રહી છે જેમના ખાતામાં પૈસા સતત જમા થયા છે, જેથી ખાતા સમાન થઈ શકે.