India

આ રાજ્યમાં કોરોના બેકાબુ, શું લોકડાઉન લગાવવામાં આવશે?

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ના 14 હજારથી વધુ નવા કેસ આવી શકે છે. જૈને પત્રકારોને જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતાના સંદર્ભમાં દિલ્હીમાં હાલની સ્થિતિ સારી છે. હવે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં રોજેરોજ કેસ વધુ આવી રહ્યા છે કારણ કે શહેરમાં કોવિડ-19 સંબંધિત મોટી સંખ્યામાં તપાસ કરવામાં આવી રહી છે.

અમે મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કરી રહ્યા છીએ. જો આમ નહીં કરીએ તો રોજના 500 થી 1000 કેસ થશે. ઘણા રાજ્યો ટેસ્ટીંગ કરતા નથી અને કહે છે કે ત્યાં કોરોના ના કેસ નથી. અમે આ બાબતમાં સંપૂર્ણ પારદર્શિતા લઈ રહ્યા છીએ. અમે દેશમાં સૌથી વધુ ટેસ્ટીંગ કરી રહ્યા છીએ.એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા છે, પરંતુ સંખ્યા ચિંતાજનક નથી.દિલ્હીમાં લોકડાઉન લાદવાના પ્રશ્ન પર જૈને કહ્યું કે રાજ્ય સરકારે પહેલાથી જ નાઇટ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ જેવા કડક પગલાં લીધા છે, જે હાલમાં પૂરતા છે. હવે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી.

દેશની રાજધાનીમાં ગત દિવસની સરખામણીમાં નવા કોરોના કેસ (કોવિડ-19)માં 94.58 ટકાનો વધારો થયો છે. બુધવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 10,665 નવા કેસ નોંધાયા છે. લગભગ 8 મહિનામાં આ સૌથી વધુ કોરોના કેસ છે. અહીં કોરોના ચેપ દર 11.88 ટકા હતો, જ્યારે સાડા 7 મહિનામાં સૌથી વધુ ચેપ દર છે. દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 23,307 થઈ ગઈ છે, જ્યારે તે લગભગ સાડા સાત મહિનામાં સૌથી વધુ છે. 24 કલાકમાં કોરોનાને કારણે 8 દર્દીઓના મોત થયા છે. સૌથી વધુ મૃત્યુઆંક 26 જૂન પછીનો છે. 26 જૂને 9 દર્દીઓના મોત થયા હતા. અહીં કોરોનાથી કુલ મૃત્યુઆંક 25,121 પર પહોંચી ગયો છે.