News

નાગા ચેતન્યથી અલગ થયા પછી આ વ્યક્તિઓની એકદમ નજીક છે સામંથા, શેર કર્યો ફોટો.

સાઉથની અભિનેત્રી સામંથા હમણાં પોતાની ફિલ્મ પુષ્પા’ને લઈને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સામંથાએ એક આઈટમ નંબર સોન્ગ પર ડાન્સ કર્યો છે. આ ડાન્સ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હમણાં થોડા સમય પહેલા કે સામંથા એ પતિ નાગા ચેતન્યથી અલગ થઇ છે. આ બંનેએ સાથે એક નિવેદન આપ્યું હતું અને તેમાં પોતાના અલગ થવાની ઘોષણા કરી હતી. આ પછી સામંથા એ પોતાના પર્સનલ જીવનને લઈને ખુબ ચર્ચામાં આવી છે. એટલે સુધી કે તેમની ઉપર અનેક પ્રકારના અલગ અલગ આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.

પતિ નાગા ચૈતન્યથી અલગ થયા બાદ સામંથા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તેણે પોતાની જાતને ખુશ રાખવા માટે મુસાફરી પણ કરી. આ સિવાય સામંથા સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને તે સતત તેની કેટલીક ખાસ પોસ્ટ શેર કરતી રહે છે. આ દરમિયાન સામંથાએ એક પોસ્ટ શેર કરી છે જેના દ્વારા તેણે ખુલાસો કર્યો છે કે તેના જીવનમાં 2 લોકો ખૂબ જ નજીક છે.

સામંથાએ જણાવ્યું છે કે તેના જીવનમાં વેનેલા કિશોર અને રાહુલ રવિન્દ્ર ખુબ નજીકના છે અને તેમના લીધે જ તે હંમેશા સ્માઈલ કરે છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે સામંથા આ બંને મિત્ર સાથે દેખાઈ રહી છે. આ ફોટો શેર કરતા કેપશનમાં તેણે લખ્યું છે કે ‘હું  વગર શું કરી શકીશ.’
 
તમને જણાવી દઈએ કે, તસવીરમાં દેખાતા આ બંને લોકો સામંથાની ખૂબ જ નજીક છે અને તે તેમની સાથે વધુ સમય પસાર કરતી જોવા મળે છે. રાહુલ રવિન્દ્ર એક એક્ટર છે અને તે સામંથાના સૌથી નજીકના મિત્ર ચિન્મય પ્રસાદના પતિ છે. તમને જણાવી દઈએ કે, ચિન્મય અને સામંથા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને બંને ઘણીવાર એકબીજા સાથે કામ કરે છે. ચિન્મયે સામંથાની ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ પણ આપ્યો છે.

આ સિવાય વેનેલા કિશોર સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ કોમેડિયન છે અને તે સામંથાના ખૂબ સારા મિત્ર પણ છે. નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા બાદ સામંથા એકદમ એકલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે તે તેના મિત્રો સાથે સમય વિતાવી રહી છે અને પોતાને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન થયા હતા. આ બંનેના લગ્નને સાઉથ સિનેમાના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવે છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક રિપોર્ટ અનુસાર નાગાર્જુને સામંથા અને ચૈતન્યના લગ્નમાં 10 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.