હાલના સમયમાં કોરોના વાયરસનો કહેર તો જોવા મળી રહ્યો છે પરંતુ તેની સાથે વધુ એક ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. હાલના સમયમાં કોરોનાના કહેરની સાથે કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને હાહાકાર સર્જ્યો છે. પરંતુ તેનાથી પણ વધુ એક ચિંતા સમાચાર સામે આવ્યા છે કેમકે આ બધાને વચ્ચે વધુ એક વેરિએન્ટ આવ્યો છે જેને ચિંતામાં વધારો કર્યો છે. આ વેરિએન્ટનું નામે ડેલ્ટાકોણ કહેવાઈ રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, સાઇપ્રસમાં એક નવો કોરોના વેરિએન્ટ ડેલ્ટાક્રોન જોવા મળ્યો છે. સાઇપ્રસ મેલના હવાલા મુજબ જેરૂસલમ પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડેલ્ટાક્રોનનું જેનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિએન્ટ સમાન રહેલ છે તેની સાથે તેમાં ઓમિક્રોન જેવા કેટલાક મ્યૂટેશન પણ રહેલા છે જેના કારણે તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવી રહ્યો છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે ચિંતા થવાની જરૂરીયાત નથી. કેમકે કુલ મળીને સાઇપ્રસમાં લેવાયેલા 25 નમૂનામાં ઓમિક્રોનના 10 મ્યૂટેશન સામે આવ્યા છે.
જ્યારે 11 સેમ્પલ તે લોકોના હતા જે વાયરસને કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યારે 11 સામાન્ય વસ્તીમાંથી જોવા મળ્યા હતા. આ મામલામાં સાઇપ્રસ વિશ્વવિદ્યાલયમાં બાયોટેકનોલોજી અને મોલેક્યુલર વાયરોલોજીની લેબોરેટરીના પ્રમુખ ડોક્ટર લિયોનડિઓસ કોસ્તિકિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ મ્યૂટેશનની તીવ્રતા વધુ જોવા મળી હતી. જ્યારે આ નવો વેરિએન્ટ અને હોસ્પિટલમાં દાખલ થવા વચ્ચે સંબંધનો ઈશારો કરી રહ્યો છે.
તેની સાથે કોસ્તિકિસ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સમાન જેનેટિક બેકગ્રાઉન્ડ જ છે. જ્યારે ઓમિક્રોનના કેટલાક મ્યૂટેશન પણ છે. સાઇપ્રસના સ્વાસ્થ્ય મંત્રી મિખલિસ હાડજીપાંડેલસે દ્વારા કહેવામાં આવ્યું છે નવો વેરિએન્ટથી હાલ કોઈ ચિંતાની વાત નથી. મંત્રી દ્વારા નવા વેરિએન્ટની શોધ કરવા પર ગર્વ અનુભવ્યો હતો.
આ બાબતમાં મંત્રી હાજીપાંડેલસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડો કોસ્તિકિસની ટીમ દ્વારા અભૂતપૂર્વ સંશોધન અને નિષ્કર્ણ અમને અમારા વૈજ્ઞાનિકો પર અમને ગર્વ કરાવે છે. જેરૂસલમ પોસ્ટ મુજબ, મંત્રી દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે, અમારી આ શોધ સ્વાસ્થ્યના મામલામાં અમારા દેશ સાઇપ્રસને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાખી શકશે. હજુ આ નવા વેરિએન્ટને વૈજ્ઞાનિક નામ આપવાની જાહેરાત કરવામાં આવી નથી.