CrimeIndiaNews

એકતરફી પ્રેમમાં યુવકે ભરી લીધું ન ભરવાનું પગલું, પોતે તો દુનિયા છોડી દીધી પણ એ પહેલા જે કર્યું એ જાણીને તમારા હોશ ઉડી જશે,

એકતરફી પ્રેમમાં પાગલ યુવક જેનું નામ બંટી છે.દવાખાનેથી પરત ફરી રહેલ યુવતીની ગોળી મારીને હત્યા કરી હતી.આ પછી બંટીએ   પોતાને માથામાં ગોળી મારી દીધી.યુવક અને યુવતી લગભગ દસ મિનિટ સુધી ઘટનાસ્થળે જ પીડાતા રહ્યા અને લોકો વીડિયો બનાવતા રહ્યા,પરંતુ કોઈએ તેમને હોસ્પિટલ લઈ જવાની તસ્દી લીધી નહીં.

યુવતીનું નામ અનુ છે.માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા.જ્યારે અનુનું મૃત્યુ થયું,અને બંટીની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને દિલ્હીના હાયર સેન્ટરમાં રિફર કર્યો.પોલીસે અનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.વાસ્તવમાં આ ઘટના દાદરી કોતવાલી વિસ્તારના રેલવે રોડ પર સ્થિત પેટ્રોલ પંપની સામે બની હતી.

યુવતી દાદરીના રેલવે રોડની કોલોનીમાં રહેતી હતી.ઘટના સમયે ત્યાં હાજર અનુની નાની બહેને પરિવારજનોને જાણ કરી હતી.માહિતી મળતા જ એડિશનલ ડીસીપી,એસીપી અને દાદરી કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.યુવતી અને યુવક બંને પહેલા એક જ વિસ્તારમાં રહેતા હતા,આ સમય દરમિયાન બંટી અનુને પ્રેમ કરવા લાગ્યો હતો.

તેને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.અનુના ઇનકાર પર તેણે તેની છેડતી કરી હતી.જ્યારે ઝઘડો થયો ત્યારે બંટીએ અનુના પરિવારજનોને પણ માર માર્યો હતો.આનાથી પરેશાન થઈને અનુના પરિવારે એ વિસ્તારનું ઘર વેચી દીધું અને બીજી જગ્યાએ રહેવા ગયા,દરમિયાન અનુના લગ્ન નક્કી થઈ ગયા,આ વાતની જાણ થતા તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.