IndiaNews

એક યુઝરે આનંદ મહિન્દ્રાને પૂછ્યું કે તમે મહિન્દ્રા સિવાય બીજી કોઈ ગાડી ચલાવો છો ? તો મળ્યો આવો વિચિત્ર જવાબ,

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે ઘણીવાર રમુજી અને પ્રેરણાદાયી વાયરલ ફોટા અથવા વિડિયો પોસ્ટ કરીને તેમના ફોલોવર્સને મનોરંજન કરતા રહે છે.યુઝર્સ તેમની તમામ પોસ્ટને લાઈક પણ કરે છે.પરંતુ,તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુઝરે આનંદ મહિન્દ્રાને એક રસપ્રદ પ્રશ્ન પૂછ્યો છે.

જેનો ઉદ્યોગપતિએ ખૂબ જ રસપ્રદ રીતે જવાબ આપ્યો છે.શું ભારતના સૌથી મોટા વાહન નિર્માતાઓમાંથી એક પ્રમુખ આનંદ મહિન્દ્રા પોતાની કંપની દ્વારા ન બનાવેલી અન્ય કોઈ કાર ચલાવે છે ? રવિવારે,આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર તામિલનાડુમાં સ્થિત “70 સતત હેરપિન બેન્ડ્સ સાથે ભારતના સૌથી પહાડી રસ્તાઓમાંથી એક આકર્ષક તસવીર શેર કરી.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઑફ-રોડ એસયુવીનો ઉલ્લેખ કરતાં,તેમણે લખ્યું-“હું શોધવા માંગુ છું કે આ રસ્તો કોણે બનાવ્યો અને પછી હું તેને આગળ વધારવા માટે મારા થાર પર જ વિશ્વાસ કરીશ !” એક વાહન જે ખરબચડા વિસ્તારોમાં પણ તેની સરળ સવારી માટે જાણીતું છે.

એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું,”સર તમે મહિન્દ્રા સિવાય બીજી કોઈ કાર ચલાવો છો ?” તો આનંદ મહિન્દ્રાએ તેમના મજાકીય અંદાજમાં જવાબ આપ્યો,”તમારો મતલબ મહિન્દ્રા સિવાયની કાર છે ? મને ખબર નથી.”તેમણે હસતા ચહેરાના ઈમોજી સાથે આગળ લખ્યું,”બસ મજાક કરું છું.”