જુનાગઢ: બુટલગરનો દારૂની હેરફેર કરવા માટે નવો કિમીયો, પોલીસ પણ જાણીને ચોંકી ગઈ
કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તે કહેવા પૂરતું જ છે, જો કે સૌથી વધુ દારૂની હેરાફેરી ગુજરાત માંથી પકડાય છે. રાજ્યમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત તપાસ અને આ ગુનેગારો પર સખ્ત બાજ નજર રાખવામાં આવે છે ત્યારે આ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોને ધરપકડ પણ કરી લીધી છે. જો કે પોલીસે કડક તપાસ કરવામાં આવતા હવે બુટલેગરો પણ તેમની નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે.
પરંતુ તેમની સામે પોલીસ પણ સજ્જ થઇ જતા તેમના આ કરતૂતમાં તેઓ નિષ્ફળ થઇ રહ્યા છે, ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો કે દારૂની હેરાફેરી આ રીતે પણ કરી શકે છે.આ દારૂની હેરાફેરીની ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. જો કે જૂનાગઢમાંથી પોલીસે આજે એક દૂધના વાહનમાંથી દારૂની હેરાફેરીનો કરતા હોવાનો મોટો પર્દાફાશ કર્યો છે. આ દૂધની ગાડીમાં બનાવટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
જેમાં પોલીસે 276 પેટી ભારતીય બનાવટનો વીદેશી દારૂ જપ્ત કરી લીધો છે. આ દારૂની કિંમત 13 લાખ અને વાહનની કિંમત 5 લાખ કુલ મળીને પોલીસે 18 લાખ નો મુદામાલ જપ્ત કરી લીધો છે.જો કે આ સમગ્ર મામલે અગાઉથી જ બી ડીવીઝન પોલીસના પી. આઈ.. એન. આઈ. રાઠોડને માહિતી મળી ગઈ હતી કે એક દૂધની ગાડીમા દારૂની હેરાફેરી કરીને તેને બહાર મોકલવામાં આવી રહ્યો છે જેને લઈને બી ડીવીઝન પી. આઈ અને સ્ટાફે જાંજરડા ચોકડી પાસે તેમની ટીમને તપાસ માટે પહેલાથી જ ગોઠવી દીધી હતી.
આ દરમિયાન આ દૂધની ગાડી ત્યાંથી પસાર થતા ડ્રાઈવર કમલેશ ખાંભલા સમય મળતા ભાગી ગયો હતો, જયારે સાથે રહેલો શિવાંગ રાજુભાઈ મહેતાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આ શિવાંગ રાજુભાઈ મહેતાની ઘરપકડ કરીને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો અને આ દારૂની હેરફેર કરનાર મુખ્ય આરોપી કોણ છે જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.