પત્નીઓની અદલા-બદલી આ વાત તમને સાંભળવામાં થોડું અજીબ લાગશે,પરંતુ ઘણા લોકો આવું કરે છે.કેટલાક પતિ તેમની પત્ની સાથે રોજબરોજના સંબંધો બાંધીને કંટાળી જાય છે.આવી સ્થિતિમાં,તે એક રાત માટે તેની પત્નીને અન્ય વ્યક્તિ સાથે બદલે છે.જો કે આ બાબત કાયદાકીય રીતે ખોટી છે.
તે જ સમયે,આવી બાબતોમાં ઘણી વખત પત્ની ઇચ્છતી નથી,પરંતુ પતિ તેને બળજબરીથી અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધવા દબાણ કરે છે.પત્નીની અદલાબદલીનું આવું જ એક મોટું રેકેટ કેરળમાં પોલીસના હાથે ઝડપાયું છે.આ દરમિયાન પોલીસે એક પછી એક અનેક ધરપકડો કરી.જ્યારે પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારા ખુલાસા થયા.
આ ઘટના કેરળના કોટ્ટયમની જણાવવામાં આવી રહી છે.અહીં ગયા રવિવારે,પોલીસે પત્નીઓની આપ-લેના આરોપમાં કારુકાચલમાં સાત લોકોની ધરપકડ કરી હતી.આ રેકેટ વોટ્સએપ પરથી ચલાવવામાં આવતું હતું.અગાઉ આ ગ્રુપમાં સેંકડો લોકો જોડાયા હતા.આ પછી,તેમની પત્નીઓની આપ-લે કરવામાં રસ દાખવનારાઓ સાથે આગળનું આયોજન કરવામાં આવ્યું.
ઘણી વખત લોકો આ ગ્રુપ પર પોતાની પત્નીઓની તસવીરો પણ મૂકે છે,જેથી વધુ લોકો તેમનો સંપર્ક કરે.તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ રેકેટમાં રાજ્યના ઉચ્ચ વર્ગના લોકો પણ સામેલ છે.ચંગનાચેરીના ડેપ્યુટી કહે છે કે જૂથમાં સામેલ લોકો ડીલ ફાઇનલ થયા પછી એકબીજાને મળતા હતા.
હાલ આ કેસમાં બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.ધરપકડ કરાયેલા લોકોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.