કોરોના ના નિયમોના ભંગ બદલ યુવકને માર્યો કસ્ટડીમાં માર્યો ઢોર માર, હાઈકોર્ટે કર્યો 25,000નો દંડ
રાજ્યમાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે 8 મહાનગર પાલિકામાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે અને કોરોનાને લઇને નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે જે-તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું લોકોએ પાલન કરાવવું પડશે. જો કે હજુ પણ લોકો આ વધતા કોરોના કેસ સામે બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણમાંવધારો થઇ રહ્યો છે.
બીજી તરફ ઉતરાયણનો તહેવાર આવતા જ બજારમાં પતંગ અને દોરી લેવા માટે લોકોની ભીડ જામી રહી જોવા મળી રહી છે, ત્યારબાદ લગ્ન સીઝન પણ શરૂ થવા જઈ રહી છે જેને લઈને પણ લોકોએ ખરીદીની શરૂઆત કરી દીધી છે. જેના કારણે પણ હાલમાં કોરોના વધાવની ભીતિ જણાઈ રહી છે. ત્યારે હવે પોલીસ દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે લોકો માસ્ક વગર દેખાય તેમની સાથે કોરોના નિયમના ભંગ બદલ દંડ વસુલવામાં આવી રહી છે.
જો કે જૂન 2021માં કોરોના નિયમના ભંગ બદલ એક યુવકને પોલીસે માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અને આ દરમિયાન પોલીસ યુવક સહિત અન્ય કેટલાક લોકોને કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાનું કહીને તેમને ઉઠાવી ગઈ હતી. અને ત્યારબાદ આ લોકોને પોલીસ કસ્ટડીમાં તેમને ઢોર માર માર્યો હતો. જેને લઈને આ પીડિતા તરફથી કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે આ કેસમાં અરજદાર જુનૈદ સૈયદ તરફથી એડવોકેટ ભરડાએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટનો કેસ દાખલ કર્યો હતો.
ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ નહીં કરવામાં આવતા અને તેમના તરફથી વારંવાર મુદ્દત માંગવામાં આવતા કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે 25-25 હજારનો દંડ ફટકાર્યો છે. અને કોર્ટે ટકોર કરતા જણાવ્યું છે કે અધિકારીઓ કેસને ગંભીરતાથી લેતા શીખી જાય.
આ કેસની વધુ સુનાવણી હવે આગામી 28મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.નોંધનીય છે કે, પોલીસ યુવક સામે ઘરની બહાર ખોટા સમયે ઉભા રહેવાનો અને ગેમ્બેલિંગનો કેસ નોંધાયો હતો. અને તેનો આ ગુનો જામીન પાત્ર હોવા છતાં તેને જામીન આપવામાં આવ્યા નહોતા આ ઉપરાંત તેને કસ્ટડીમાં ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.