healthIndia

દેશમાં કોરોનાની આ ત્રીજી લહેરને લઈને નિષ્ણાતો એ કહી મોટી વાત

સમગ્ર દુનિયા સહીત ભારતમાં હાલમાં કોરોના કેસમાં વધારો થયો છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક થઇ ગઈ છે અને રાજ્યોના મંત્રીઓને તેના માટે કડક પગલાં લેવા જણાવ્યું છે. અને ક્રેન્દ્ર સરકારે પણ લોકોને સાવચેત રહેવા અને આ કોરોના નિયમો અને માસ્ક પહેરવા માટે જણાવ્યું છે. ત્યારે હાલમાં કોરોના નો નવો વેરિયંટ ઓમીક્રોન આવતા કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે, જો કે આ કોરોનાનોપ નવો વેરિયંટ વધુ જીવલેણ સાબિત થઇ રહ્યો નથી. ત્

યારે હાલમાં કોરોના કેસ વધતા નિષ્ણાતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે, ત્યારે બધા લોકોને પણ હવે આ ત્રીજી લહેરને લઈને ડર જણાઈ રહ્યો છે, ત્યારે આખરે દેશમાં આ ત્રીજી લહેર ક્યારે આવી શકે છે જેને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

જો કે દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2,64,202 નવા કોરોના ના કેસ નોંધાયા છે. જે આંકડો ગઈકાલની સરખામણીએ 6.7 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કોરોના સંક્રમણનો દર વધીને આજે 14.78 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત હાલમાં દેશમાં આવેલ નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે જેના પણ 5,753 કેસ નોંધાયા છે. ત્યારે આવી સ્થિતિમાં દેશભરમાં કોરોનાના ત્રીજી લહેરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

દેશમાં વધતા કેસોને લઈને અલગ અલગ નિષ્ણાતો દ્વારા તેમના મંતવ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે દિલ્હીની GTB હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુભાષ ગિરીએ જણાવ્યું છે કે, પોઝિટિવિટી રેટ સાથે કોરોના સંક્રમિત દર્દીઓના કેસમાં સતત મોટો વધારો નોંધાય રહ્યો છે. જેમને આ વધતા કેસો વચ્ચે જણાવ્યું છે કે, પોઝિટિવિટી રેટ પર ઘણા પરિબળો આધાર રાખતા હોય છે. જેમાં પહેલા તો તમે કેટલા ટેસ્ટ કરાવ્યા છે, બીજું, તમારા પોઝિટિવ સેમ્પલના કેસ કેટલો ગંભીર છે અને લોકોની કુશળતા કેવી છે.

ડૉ. સુભાષ ગિરીએ વધુમાં જણાવ્યું છે કે આવનાર સમયમાં આપણે આ પોઝીટીવીટી રેટથી પણ ડબલ પોઝીટીવ રેટ જોવા મળી શકે છે. આ ઉપરાંત તેમને ત્રીજી લહેર વિશે જણાવ્યું છે કે, જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે અને માર્ચ મહિના સુધીમાં આ પીક પુરી થઈ જશે. અને આ પીકમાં ઘણા લોકો સંક્રમિત થઇ શકે છે.