કોરોનાના કેસ વધવાની સાથે વેક્સીનેશન કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે, એક વર્ષના આંકડામાં સુરત રહ્યું ટોપ પર
રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર વધતો મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી દસ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે આ આંકડા ચિંતા વધારનાર છે. ગુજરાતના શહેરોમાં અને ગામડાઓમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તે પણ એક ચિંતાની બાબત છે. તેની સાથે સુરતમાં વેક્સીનેશન નું કામ પણ જોરશોર શરુ છે. એવામાં હવે એક વર્ષ બાદ સૌથી વધુ વેક્સીનેશન રાજ્યના ક્યા શહેરમાં કરવામાં આવ્યું તેના આંકડા સામે આવ્યા છે.
આ મામલામાં સુરતને લઈને સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વેકસીનેશન ને એક વર્ષ પૂર્ણ થતા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વેક્સીનેશન ની બાબતમાં સુરત ટોપ પર રહ્યું છે. સુરત મનપાની વાત કરીએ તો 42.13 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરતમાં પ્રથમ ડોઝના ટાર્ગેટ સામે 112.75 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમ છતાં તે પણ છે કે, હજુ સુધી 3.80 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી.
નોંધનીય છે કે, કોરોનાના કહેર સામે લડવા માટે એક વેક્સીન જ રહેલ છે. કેમ કે તેની અસર ત્રીજી લહેર જોવા મળી રહી છે. વેક્સીન લીધા બાદ જો કોરોના થાય છે તો તેની અસર સામાન્ય જોવા મળી રહી છે. જે હાલમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કેમ કે કોરોનાના કેસ વધવાની સાથે તેનાથી સાજા થવાનો દર પણ વધ્યો છે.