GujaratSouth GujaratSurat

સુરત: દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે પાણીની જગ્યાએ એસિડ પીધું, પછી ન થવાનું થઈ ગયું…

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ હજુ પણ લોકોને દારૂ મળી જ જતો હોય છે. પરંતુ પોલીસ દ્વારા આવા લોકો પર ચાંપતી નજર રહેલી હોય છે અને તેમના પર પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં અનેક દારૂ પીધેલા જોવા મળી જાય છે. પરંતુ આજની સુરતમાં બનેલી ઘટના કંઇક એવી જ રહેલી છે. જેમાં એક દારૂ પીધેલા વ્યક્તિ દ્વારા એવું પગલું ભરવામાં આવ્યું છે તેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરતમાં દારૂના નશામાં યુવક દ્વારા પાણીની જગ્યાએ એસિડ પી લેતા તેનું કરુણ મોત થઈ ગયું હતું. જ્યારે પિતાના મુત્યુ બાદ વતન છોડીને આ યુવક જીવન પસાર કરવા માટે સુરત આવ્યો હતો. હવે યુવકના અવસાન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો ચાલ્યો ગયો છે. તેના નિધન બાદ પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

આ મામલામાં પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. તેની સાથે તે પણ જાણવાનું શરુ કરવામાં આવ્યું છે કે, આ યુવકને દારૂ ક્યાંથી મળી આવ્યો હતો. તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ બાબતમાં વધુમાં જાણવા મળ્યું છે કે, આ યુવક મૂળ ઓડિશાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તે ત્રણ મહિના અગાઉ સુરતમાં આવ્યો હતો. પિતાના અવસાન બાદ બે બહેન અને વિધવા માતાને લઈને અહીં આવ્યો હતો. તે અહીં આવીને સંચાના કારખાનામાં આવી કરવા લાગ્યો હતો અને પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો.

જ્યારે ગઈ કાલે યુવક દ્વારા દેશી દારૂની પોટલી પી લેવામાં આવી હતી જેના કારણે તે નશામાં ધૂત હતો એવામાં તેને પીવાના પાણી પીવાની જગ્યાએ ભૂલથી એસિડ પી લીધું હતું. જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હવે પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.