આપણે જોઈએ દેશમાં હજુ પણ ઘણી દીકરીઓ હેવાનોનો શિકાર બની રહી છે.સાથે પરિવારને અને સમાજમાં સંબંધોને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે,સાથે તમે એ પણ સાંભળ્યુ હશે કે છોકરાએ ૧૦ વર્ષ કે ૧૫ વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચર્યો,પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે પિતાએ જ દીકરી પર દુષ્કર્મ આચર્યો હોય.
હા,આવો કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બન્યો છે,જ્યાં પિતાએ ૧૪ વર્ષની સાવકી દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર કિસ્સો ૨ દિવસ પહેલા બન્યો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર ગણેદવી તાલુકાના એક ગામમાં પિતાએ સાવકી દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
માતા ઘરે ન હોવાથી પિતાએ સાવકી દીકરી પર નજર બગાડી.આ વાતની જાણ થતા માતાએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ કરતા ધરપકડ અને આબરૂ જશે એ બીકે પિતાએ બપોરે 3 વાગ્યે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.આ વાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે,