દિલ્હી (Delhi) ના અલીપુર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકીના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી લીધો છે. ત્યારબાદ તપાસ બાદ પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે જે સમયે પોલીસે આ આરોપીની ધરપકડ કરી ત્યારે તે મોબાઈલમાં પોર્ન ફિલ્મો જોઈ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત પરિવારની બાળકી 3 વર્ષ પહેલા જ બિહારથી દિલ્હી આવી હતી. બાળકીના પરિવારવાળા મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પીડિત બાળકી ગઈકાલે બપોરે 3 વાગ્યે તેની બહેન સાથે નજીકના એક મંદિરમાં ગઈ હતી. અને આ દરમિયાન પીડિત બાળકી મંદિરની બહાર આવીને ફરી રહી હતી અને આ દરમિયાન જ એક સમીર નામનો આરોપી ત્યાં આવી ગયો હતો. અને આ આરોપીએ આ 8 વર્ષની બાળકીને લલચાવીને, ત્યારબાદ તે બાળકીને ત્યાંના નજીકના જંગલોમાં લઈ ગયો હતો, જ્યાં તેને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અને આવી ઘટનાને અંજામ આપી ને આરોપી સમીર મોકો જોઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ કોઈપણ રીતે તે ઘાયલ અવસ્થામાં બાળકી 8 વાગે તેના ઘરે પહોંચી અને તેના પરિવારના લોકોને આ બધી હકીકત કહી હતી. પરિવાર આ વાત સાંભળીને બુઢપુરના જંગલમાં તે જગ્યાએ ગયા હતા, જ્યાં આ બાળકી પર સમીરનામના વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પરિવારે આ ઘટના મામલે આલીપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. જે આરોપી ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ પોલીસની ટીમે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. અને ઘણી તપાસ બાદ સમીર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે આ સમીર એક હોટલમાં કામ કરે છે. પોલીસે હવે આ આરોપી સમીરની ધરપકડ કરી લીધી, જો કે આ આરોપીની પોલીસ જયારે ધરપકડ કરી રહી હતી ત્યારે આ સમયે આરોપી સમીર તેના મોબાઈલમાં પોર્ન ફિલ્મો જોઈ રહ્યો હતો.