Ajab GajabInternational

પોતાના પાલતુ કુતરાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે મહિલાએ કર્યો 11 લાખ રૂપિયા ખર્ચ

વ્યક્તિઓનો પ્રાણીપ્રેમ ખરેખર જોવા જેવો હોય છે. વધારે પડતા લોકો પોતાના ઘરમાં કુતરાને પાળવાનો ખુબ શોખ હોય છે. વ્યક્તિઓ પ્રાણીઓને પાલવ માટે ફક્ત પાળે છે એવું નથી હોતું. તેઓને પ્રાણીઓ ઉપર ખુબ પ્રેમ હોય છે. વ્યક્તિ પોતાના પાલતુ પ્રાણીને પોતાના બાળકની જેમ રાખતા હોય છે. પાલતુ કુતરાઓને તેઓ પોતાના જીવનનો એક ખાસ ભાગ માનતા હોય છે. ઘણીવાર તેઓ પોતાના પાલતુ માટે એવું કરી જતા હોય છે કે જેની પર ભરોસો કરવો અઘરો બની જતું હોય છે.

આવા જ એક સમાચાર ચીનથી આવ્યા છે જેમાં એક મહિલાએ પોતાના કૂતરાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મહિલાએ પોતાના કૂતરાના જન્મદિવસ પર 11 લાખ રૂપિયા ખર્ચ્યા છે. જન્મદિવસને ખાસ બનાવવા માટે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ શો લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો, ખાસ વાત એ હતી કે હેપ્પી બર્થ ડે સોંગ પણ કૂતરાઓના અવાજમાં ગાવામાં આવ્યું હતું.

ટૂંક સમયમાં આ વીડિયો Tiktok પર વાયરલ થઈ ગયો. આ સ્પેશિયલ બર્થડે જોઈને ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. ચીનના હુનાનમાં Dou Dou નામના કૂતરાનો આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, મહિલાએ જન્મદિવસ માટે સાન્તાક્લોઝનો ડ્રેસ જાતે જ તૈયાર કર્યો હતો.

એક ન્યુઝ એજન્સીના કહેવા અનુસાર આ કુતરાના જન્મદિવસ પર 500 થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંયા ડ્રોનથી ‘Dou Dou: a very happy birthday’ અને “Wish Dou Dou a happy 10th birthday!” એવું લખ્યું હતું. કુતરાના આ ખાસ જન્મ દિવસનો આ વિડિઓ ચાઈનીઝ પ્લેટફોર્મ ટિક્ટોક પર મુકવામાં આવ્યો હતો. આ વિડિઓ ખુબ વાઇરલ થયો છે.

આ પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યા છે કે સામાન્ય લોકો કરતા કૂતરાનું જીવન સારું છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે તે આગામી જીવનમાં કૂતરો બનવા માંગશે. તેથી જ્યારે યુઝર્સ લખી રહ્યા છે કે આ પૈસાનો બગાડ છે, ત્યારે ઘણા યુઝર્સ એવું સૂચન કરી રહ્યા છે કે આ પૈસા ડ્રોન શો માટે નહીં પણ એનિમલ ચેરિટી માટે ખર્ચવામાં આવ્યા હોત તો સારું હોત.