);});
healthIndia

કોરોનાની વેક્સીનને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, સરકાર દ્વારા તેને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય

દેશમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. જેના લીધે કેન્દ્ર સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સિવાય દેશમાં કોરોનાની વેક્સીન કોરોનાના દર્દીઓ પર અસરકારક સાબિત થઈ રહી છે. કેમકે જે પણ દર્દીઓએ કોરોનાની વેક્સીન લીધે છે તે દર્દીને કોરોનાની અસર ઓછી થઈ રહી છે. જેના લીધે વેક્સીન પર સરકાર દ્વારા ભાર મુકવામાં આવી રહ્યો છે.

એવામાં આજે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની વેક્સીનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોરોનાની Covaxin અને Covishield ટૂંક જ સમયમાં તમને સ્થાનિક મેડીકલમાંથી મળી જશે. આ વેક્સીનનું વેચાણ સ્થાનિક મેડીકલ સ્ટોર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, SEC દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામેલ નિષ્ણાતો દ્વારા રસી ના ટ્રાયલ સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવી હતી.

જ્યારે આ બેઠકમાં છેલ્લા એક વર્ષમાં રસીની અસર અને આડઅસરને લઈને ચર્ચા થઈ હતી. અંતે ચર્ચાઓ બાદ નિષ્ણાતો દ્વારા બંને રસીઓને બજારમાં લાવવાના નિર્ણય પર સહમત થઈ ગયા હતા. જ્યારે કમિટિ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય બાદ હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક બંનેની જવાબદારીઓ વધી જશે. કેમકે હવે તેમને સમગ્ર દેશભરમાં પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને તૈયાર કરવી પડશે.

ત્યાર બાદ તે તેમની રસી તમામ હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં લાવી શકશે.તેની સાથે જો હવે કોઈને રસીનો ડોઝ મળ્યો નથી તેને હવે હોસ્પિટલમાં જવાની જરૂરીયાત નથી. કેમ કે તે કોઇપણ ડોક્ટર દ્વારા તેના મેડીકલ સ્ટોર પરથી રસીનો ડોઝ પ્રાપ્ત કરી શકશે. તેના કારણે રસીકરણની ઝડપમાં વધારો થશે અને સરકારની જવાબદારી પણ ઓછી થશે. તેમાં છતાં રસીની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.