સુરતમાં બસ અગ્નિકાંડમાં પત્ની ગુમાવનાર પતિએ બસમાં આગ લાગવાને લઈને આપ્યું મોટું નિવેદન
સુરત શહેરમાં લક્ઝરી બસમાં આગ લાગીની હોવાની ભયાનક ઘટના મંગળવારના સામે આવી હતી. સુરતના હીરા બાગ સર્કલ નજીક ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાના કારણે 1 વ્યક્તિ મોત થયું હતું. જયારે આ આગ લાગવાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેની સાથે હવે આ મામલામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.
સુરત શહેરમાં લકઝરી બસમાં આગ કઈ રીતે લાગી તેને લઈને અનેક સવાલ સામે આવી રહ્યા છે. તે મામલામાં જે મહિલાનું મોત થયું હતું તેના પતિ દ્વારા તેને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ મહિલાની વાત કરીએ તો તે પતિ સાથે હનીમૂન મનાવવા ગોવા ગઈ હતી અને પરત આવતા સમયે આ દૃઘટના બની હતી જેમાં મહિલાનું કરૂણ મોત થયું હતું. પરંતુ તેમનો પતિ બસમાં આગ લાગી હોવા છતાં બારીમાંથી કુદી ગયો જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ મહિલાનું નામ તાન્યા અને યુવકનું નામ વિશાલ હતું.
જ્યારે હવે બસમાં લાગેલ આગને લઈને વિશાલ એટલે યુવતીના પતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બસમાં મોટાભાગે પાર્સલ જ રહેલા હતા અને તેમાં સેનેટાઈજરના કેરબા પણ રહેલા હતા. આ કારણોસર બસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે હાલમાં સામે આવી રહ્યું છે કે, એસીનું કમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી, પરંતુ યુવકનું નિવેદન મુજબ બસ નોન એસી હતી તો એસીનું કમ્પ્રેસર ફાટવાની વાત જ ખોટી જ કહેવાય. આ કપલની વાત કરીએ તો તે હનીમૂન મનાવીને ભાવનગર પરત ફરી રહ્યું હતું ત્યારે સુરત પહોંચ્યા ત્યારે બસમાં આગ લાગવાની ઘટના બની હતી.
નોંધનીય છે કે, ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેનાર વિશાલ નવલાનીના લગ્ન તાનિયા નામની યુવતી સાથે થોડા દિવસો પહેલા જ થયા હતા. જ્યારે તેમને ગોવામાં હનિમૂન મનાવવા માટે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરાવી હતી. ત્યાર બાદ તે ભાવનગરથી સુરતમાં આવ્યા અને પછી સુરતથી તે ફ્લાઈટમાં ગોવા પહોંચ્યા હતાં. પરંતુ ગઈ કાલે તે ગોવાથી સુરત આવવા માટે રાજધાની બસમાં બેઠા હતા. જયારે આ બસમાં ભયંકર આગ લાગી ગઈ હતી. જેના લીધે તાનિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિનો જીવ બચી ગયો હતો.