GujaratPolitics

ગુજરાતના રાજકારણમાં ગરમાવો, એક સાથે 7 રાજીનામા..

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેજ જ રીતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ વિધાનસભાની ચુંટણી પહેલા જ એકસન મોડમાં આવી ગયું છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આજે 579 મંત્રીઓ અને અધિકારીઓ સામે વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી હતી.આ વર્ચ્યુઅલ બેઠકથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

આ દરમિયાન 5 થી વધુ બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેન સાથે મુલાકાત કરવામાં આવી હતી. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, આ બેઠકમાં 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાં રાજીનામા મોકલવામાં આવ્યા છે. તેમ છતાં આ મામલામાં હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ, પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હવે તેમાં મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે.

જ્યારે હવે આગામી દિવસોમાં બોર્ડ-નિગમની નિયુક્તિઓ કરવામાં આવશે. ગુજરાતના રાજકરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડ નિગમમાં ધરમૂળથી બદલાવ જોવા મળશે. બોર્ડ નિગમમાં પણનો રિપીટ અમલીકરણ થઈ શકે છે. બોર્ડ નિગમમાં ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોવાના કારણે સરકાર દ્વારા રાજીનામું માંગવામાં આવ્યું છે. આ અગાઉ 16 જેટલા અને અત્યારે 14 બોર્ડ નિગમ ટર્મ પૂર્ણ થઈ રહી છે. આગામી એક અઠવાડિયામાં તમામ ચેરમેન વાઇસ ચેરમેન રાજીનામાં અંગે સૂચન કરવામાં આવ્યું છે.

રાજીનામાની વાત કરવામાં આવે તો તેમના નામ આ મુજબ રહેલા છે. જેમાં વિમલ ઉપાધ્યાય (બીન અનામત આયોગ), બી. એચ. ઘોડાસરા ( બિન અનામત આયોગ), સાજીદ હીરા (ગુજરાત વકફ બોર્ડ), પંકજ ભટ્ટ (સંગીત કલા બોર્ડ), લીલા બેન અંકોલોયા , ધનસુખ ભંડેરી (ફાઇન્સાન બોર્ડ), હંસરાજ ગજેરા નામ સામેલ છે.