);});
BollywoodIndia

લોકપ્રિય સિંગર શાન ની માતા સોનાલી મુખર્જી નું અવસાન, સોશિયલ મીડિયાના માધ્યમથી શાને આપી જાણકારી

લોકપ્રિય સિંગર શાન ને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શાનની માતા સોનાલી મુખર્જીનું અવસાનના સમાચાર સામે આવ્યા છે. સિંગર શાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમાચાર આપવામાં આવ્યા છે. તેમ છતાં તેમનું અવસાન ક્યા કારણોસર તે થયું હજી સુધી સામે આવ્યું નથી.

સિંગર શાન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોતાની માતાની તસ્વીર શેર કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને તેની સાથે કેપ્શન માં જણાવ્યું છે કે, “અમે માતાના નિધનથી ઘણા ઉદાસ છીએ અને તેમને આરામથી ઊંઘમાં જ મોત મળ્યું છે. તે એક દયાળુ અને પ્રેમાળ માતા હતા. તેમના ચાલ્યા જવાથી મારા જીવનમાં મોટી ખોટ રહેશે.”

જ્યારે આ અગાઉ કૈલાશ ખેર દ્વારા ટ્વીટ કરીને શાનની માતાના અવસાન ની જાણકારી આપતા જણાવ્યું હતું કે, “શાનની માતાનું અવસાન થઈ ગયું છે. ભગવાન દિવંગત આત્માની મુક્તિ માટે પ્રાર્થના. ત્રણે લોક ના અધિપતિ ભગવાન શિવને પ્રાર્થના છે કે, અમારા શાન ભાઈના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ અગાઉ વર્ષ 2016 માં નામી ચેનલમાં એક ઈન્ટરવ્યુંમાં શાન દ્વારા પોતાની માતા વિશે વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, “મારી માતા કદાચ એક કારણ છે કે, હું પોતાની તકો મેળવી શક્યો છું, એક દિવસની નોકરી મેળવી શક્યો અને એક સિંગરના રૂપમાં પોતાની કારકિર્દી બનાવી શક્યો છું. તેમને મારી બહેન સાગરિકા અને મને એકલા હાથે ઉછેર્યા છે. મારા પિતાનું અવસાન ૧૯૮૬ માં થઈ ગયું હતું. હું ત્યારે માત્ર ૧૪ વર્ષનો જ હતો.