);});
Gujarat

જો રવિવાર સુધી કોરોનાના કેસ વધતા રહેશે તો ગુજરાતમાં લાગી શકે છે આ કડક નિયંત્રણો….

રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસ ૨૦ હજારની પાર આવી રહ્યા છે. તેના લીધે ગુજરાતમાં કોરોનાને લીધે ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. એવામાં હવે સરકાર દ્વારા કેટલાક સખ્ત લાવવાની તૈયારીમાં છે તેવી માહિતી સામે આવી છે.

રાજ્યમાં કોરોનાના કહેરને જોતા નિયંત્રણોને સખ્ત બનાવવા માટે સરકાર દ્વારા કોવિડ ટાસ્કફોર્સના સભ્યોથી લઈને જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સાથે બેઠકો શરુ કરી દેવામાં આવી છે. એવામાં જાણકારી સામે આવી છે કે જો ગુજરાતમાં ૨૫ હજારથી વધુ કેસ જશે છે તો કોવિડ ટાસ્કફોર્સના સભ્યો દ્વારા સરકારને નિયંત્રણોને સખ્ત કરવાનું કહેવામાં આવશે. રવિવારના આ વધુ નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રવિવાર સુધી કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો નિયંત્રણોને વધુ સખ્ત બનાવવામાં આવશે. જેમાં નાઈટ કર્ફ્યૂનો સમય રાતના 10 ને બદલે 9 થી સવારના 6 વાગ્યાનો કરવામાં આવી શકે છે. આ સિવાય લગ્નોમાં મહેમાનોની છૂટ 150 છે તેમાં સખ્ત પાલન કરાવવામાં આવશે. તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે, નવી ગાઈડલાઈન અનુસાર, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પલેક્સ, હોટલ-રેસ્ટોરેન્ટ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

જ્યારે સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ અપાઈ તેવી શક્યતા છે. તેના સિવાય એક બીજા મોટા સમાચાર સામે આવ્યા છે કે, 10 વધુ અન્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. જ્યારે સરકાર દ્વારા હાલના કોરોનાના કહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 24,485 કેસ સામે આવ્યા છે. તેની સાથે આજે ૧૦,૩૧૦ કોરોનાની સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે ૧૩ દર્દીના સારવાર દરમિયાન મુત્યુ થતા અત્યાર સુધીનો મૃત્યુનો આંકડો 10,199 પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને ગાંધીનગરમાં એક, ખેડામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.