);});
Ajab GajabIndia

ઓનલાઈન કરશે લગ્ન, ભોજન સમારંભ Zomato દ્વારા થશે, લોકોએ કહ્યું વાહ શું મગજ દોડાવ્યું

કોરોનાએ દુનિયાને ઘણી રીતે બદલી નાખી છે.સામાજિક પ્રસંગો,કામકાજ અને મુસાફરીની સાથે સાથે લગ્ન કરવાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અત્યાર સુધી ગૂગલ મીટ પર ઓફિસ મીટિંગ થતી હતી અને હવે લગ્ન પણ થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળનું એક કપલ ગૂગલ મીટ દ્વારા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યું છે.

24 જાન્યુઆરીએ એટલે કે સોમવારે પશ્ચિમ બંગાળના સંદીપન સરકાર અને અદિતિ દાસના લગ્ન ગૂગલ મીટ પર યોજાશે. કોવિડ પ્રોટોકોલ અનુસાર, ઘરે સો લોકો હશે અને 300 મહેમાનો આ લગ્નને Google મીટ દ્વારા જોશે અને નવા પરિણીત યુગલને આશીર્વાદ આપશે.લગ્નમાં હાજરી આપવા માટે, આમંત્રણની સાથે, Google મીટની એક લિંક અને પાસવર્ડ મહેમાનોને મોકલવામાં આવ્યો છે જેથી કરીને તેઓ ઘરે બેસીને લગ્નમાં હાજરી આપી શકે અને આશીર્વાદ આપી શકે.

સંદીપન સરકાર વર્ધમાન જિલ્લાના છે. તે કહે છે કે તે અને અદિતિ ગયા વર્ષે લગ્નની યોજના બનાવી રહ્યા હતા પરંતુ કોરોના મહામારીને કારણે તેમના લગ્ન સતત સ્થગિત થઈ રહ્યા છે. તેથી હવે લગ્ન આ નવી રીતે કરવામાં આવી રહ્યા છે જેથી કોઈની સુરક્ષાને કોઈ ખતરો ન રહે અને પ્રોટોકોલનું પણ પાલન થઈ શકે.

ગૂગલ મીટ પર યોજાનાર આ લગ્નના લગભગ 300 મહેમાનો તેમના ઘરે બેસીને લગ્નને લાઈવ નિહાળશે અને સાથે જ તેમને Zomato દ્વારા સ્વાદિષ્ટ ભોજનની ડિલિવરી કરવામાં આવશે જેથી કરીને તેઓ મિજબાની સાથે લગ્નમાં હાજરી આપી શકે. આ માટે વર-કન્યા વતી Zomatoને ચુકવણી કરવામાં આવશે.બીજી તરફ, Zomato પણ આ નવા ઓર્ડરથી ખૂબ જ ખુશ છે. ઝોમેટોના અધિકારીઓનું કહેવું છે કે આ એક સારું પગલું છે અને અન્યોએ પણ આવું કરવું જોઈએ. કંપનીએ કહ્યું છે કે તેણે એક ટીમ બનાવી છે જે યોગ્ય સમયે મહેમાનોને લગ્નની ડિલિવરી સંભાળશે.