);});
GujaratRajkotSaurashtra

રાજકોટમાં એક બસમાં લાગી ભીષણ આગ, સીટી બસ સળગીને ભડથું બની ગઈ, પછી..

રાજકોટમાં સીટી બસમાં ભયંકર આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, રાજકોટ મનપા સંચાલિત સિટી બસ સવારના 9 વાગ્યાની આજુબાજુ ભક્તિનગર સર્કલ પાસે અચાનક આગ લાગી ગઈ હતી. તેમ છતાં તે દરમિયાન જાણવા મળ્યું છે કે, આ દરમિયાન બસમાં 2 મુસાફરો રહેલા હતા. પરંતુ એક વાત સારી રહી હતી કે, ડ્રાઈવર દ્વારા ચતુરાઈથી બંને મુસાફરોને બસમાં ઉતારી તેમનો જીવ બચાવી લીધો હતો.

તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આ આગની એટલ ભયંકર હતી કે બસની બાજુમાં ઉભેલ એક્ટીવા અને બાઈક પર ઝપેટમાં આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બસ શરુ કરવા માટે ડ્રાઈવર દ્વારા સેલ મારવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભયંકર આગ લાગી હતી.

આગ લાગવાની સાથે આજુબાજુ લોકો દોડી આવ્યા અને તેમને ફાયર વિભાગની ટીમ જાણ કરી દીધી હતી. તેમ છતાં આગ એટલી ભયંકર હતી કે, બસનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. નોંધનીય છે કે, સુરતમાં થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા બે લોકોના કરુણ મોત નીપજયાની ઘટના સામે આવી હતી.