ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં સતત 20 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા. જ્યારે આજે આ કેસમાં ઘટાડો થતા 17 હજારની અંદર કેસ આવ્યા છે. જે રાહત પહોંચાડનાર બાબત છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16,617 કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નીપજ્યા હતા. તેની સાથે બીજી પણ રાહતની વાત એ પણ છે કે, આજે 11,636 દર્દીઓ સારવારા દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી સાજા થવાનો આંકડો 9,17,469 પહોંચી ગયો છે. આ સિવાય આજે કોરોનાથી 19 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 6, વલસાડમાં 3, સુરત શહેર-સુરત ગ્રામ્ય અને બનાસકાંઠામાં 2-2, ભાવનગર, નવસારી, મહેસાણા અને દાહોદમાં 1-1 દર્દીનું મોત થયું છે
ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 6,191 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 2876, સુરત શહેરમાં 1512, વડોદરા જિલ્લામાં 779, સુરત જિલ્લા માં 639, રાજકોટ શહેરમાં 410, ભાવનગર શહેરમાં 399, ગાંધીનગર શહેર માં 398, આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266, વલસાડમાં 246, પાટણમાં 213, રાજકોટમાં 211, ગાંધીનગરમાં 203 કેસ, અમરેલીમાં 175, કચ્છમાં 175, નવસારીમાં 154, જામનગર શહેરમાં 138, બનાસકાંઠામાં 107, ખેડામાં 105, મોરબીમાં 102 કેસ સામે આવ્યા છે. આ શહેરોમાં ચાર આંકડા અને ત્રણ આંકડામાં કેસ સામે આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં 86, જૂનાગઢ શહેરમાં 80, સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમિ દ્વારકામાં 63, દાહોદમાં 42, જામનગરમાં 42, સાબરકાંઠામાં 41, નર્મદામાં 40, ગીરસોમનાથમાં 38, જૂનાગઢ જિલ્લામાં 37, છોટાઉદેપુરમાં 36, પોરબંદરમાં 33, તાપીમાં 31,. પંચમહાલમાં 30, ભાવનગરમાં 29, ડાંગમાં 19,અરવલ્લીમાં 18, બોટાદમાં 12, મહીસાગરમાં 9 કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 1,34,837 એક્ટીવ કેસ રહેલા છે. કુલ 258 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. જેમાં 1,34,579 દર્દીઓ સ્ટેબલ પણ રહેલા છે. આ સિવાય છેલ્લા 1,16,096 લોકો દ્વારા રસી લેવામાં આવી હતી.