રાજકોટ: યુવતી બાથરૂમમાં નાહવા ગયા બાદ પાર્ટનરે દરવાજો ખખડાવ્યો પણ અંદર જોતા જ પગ નીચેથી જમીન ખસી ગઈ, અંદર અલ્પા મૃત હાલતમાં હતી
રાજકોટ શહેરમાં એક નર્સનું રહસ્યમયી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.રાજકોટમાં માધાપર ચોક નજીક આવેલ સિનર્જી હોસ્પિટલમાં નર્સની નોકરી કરનાર અલ્પા ભુપતભાઇ જકાંત તેમના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારે બેભાન અલ્પાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે, અલ્પા બેનનું મોત નીપજ્યું હતું. જેને કારણે પોલીસે અલ્પા બેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ હાલ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખીને વિસેરા લેવામાં આવ્યા છે. આ રહસ્યમયી મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નર્સને રહેવાની સુવિધા પુરી પાડવા હોસ્પિટલ દ્વારા ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો.જેમાં બીજામાળે અલ્પાબેન બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતા હતા. ગત રોજ નોકરી પરથી રૂમ પર આવ્યા બાદ અલ્પાબેન નાહવા ગયા હતા. પરંતુ લાંબા સમય બાદ પણ જયારે તેઓ બાથરૂમની બહાર ના આવ્યા તો પાર્ટનરે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો.
જો કે,બાથરૂમનો દરવાજો ખખડાવ્યા બાદ અલ્પાબેનને કોઈ જ જવાબ ન આપતા રૂમ પાર્ટનરે મહિલા વોર્ડનને બોલાવ્યા હતા. અને બાદમાં બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો અલ્પાબેન બેભાન અવસ્થામાં પડ્યા હતા. ત્યારે તુરંત જ અલ્પાબેનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અલપાબેનનું મોટ નીપજ્યું હતું.
પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, અલ્પાબેન મૂળ ગીર-સોમનાથના વતની છે. અને તેમનો ભાઈ મવડી નોકરી કરે છે. આ મામલે વધુ તપાસ કરતા પોલીસને જે રૂમમાં અલ્પાબેનનું મૃત્યુ થયું હતું તે રૂમમાંથી એક ખાલી ઇન્જેક્શન પણ મળી આવ્યું હતું. જો કે, મૃતક અલ્પાબેનના શરીર પર કોઈપણ જાતના એવા નિશાન જોવા મળ્યા નથી. પરંતુ તેમની બંને સાથળ પર અમુક નિશાન જોવા મળ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, પોલીસે મૃતક અલ્પાબેનના ભાઈ અને તેમના રૂમ પાર્ટનરના નિવેદન નોંધ્યા છે. જો કે, તેમના નિવેદનોમાં અલ્પાબેને કોઈપણ જાતની તકલીફ હોય તેવું કઈ જાણવા મળ્યું નથી. હાલ અલ્પાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવામાં આવ્યા છે. ત્યારે વિસેરા રિપોર્ટ માટે હજુ બે-ત્રણ દિવસની રાહ જોવી પડશે.