ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 હજારની અંદર કેસ સામે આવ્યા છે. જે રાહત પહોંચાડનાર બાબત છે. કેમ કે ગુજરાત સતત 20 હજાર સુધી કોરોનાનો કેસનો આંકડો પહોંચી રહ્યો હતો. આ કારણોસર આ કેસ ઘટાડો થતા રાહતની વાત છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,781 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સાર વાત પણ રહી છે આજે કોરોનાથી 20,829 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત નીપજ્યા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવ, સુરત કોર્પોરેશનમાં ત્રણ, સુરત જિલ્લા અને વલસાડમાં બે-બે, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, વડોદરા જિલ્લા, જામનગર કોર્પોરેશન અને જામનગર જિલ્લામાં એક-એક દર્દીના મોત નીપજ્યા છે.
આ સિવાય રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 1,28,192 એક્ટિવ કેસ રહેલા છે જેમાં 309 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 9,69,234 પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ 87.50 ટકા પહોંચ્યો છે. તેની સાથે મૃત્યુઆંકનો આંકડો 10,323 પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સતત વેક્સીનેશન કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,17,441 લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી છે. તેના લીધે વેક્સિનનો આંકડો 9,69,76,869 પહોંચ્યો છે. જ્યારે પ્રીકોશન ડોઝની વાત કરી તો તેનો આંકડો 11,00,880 પહોંચ્યો છે. રાજ્યના શહેરોમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, રાજકોટ કોર્પોરેશનમાં 944, સુરત કોર્પોરેશનમાં કેસ 834 સામે આવ્યા છે.
જ્યારે વડોદરા જિલ્લામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરત જિલ્લામાં 394, કચ્છમાં 312, રાજકોટ જિલ્લામાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં 136, નવસારીમાં 132, મોરબીમાં 125 અને વલસાડમાં 117 કેસ સામે આવ્યા છે.