પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં જ એક એવી વાત કહી છે જેના કારણે હિન્દુ ધર્મને માનતા લોકોની લાગણી દુભાઈ છે. અભિનેત્રી શ્વેતા તિવારી તેની આગામી વેબસરીઝની જાહેરાત કરવા માટે ભોપાલ ખાતે આવી હતી. અને ત્યાં તેણે પોતાની બ્રાની સાઈઝ પર નિવેદન આપતા ભગવાનનું નામ લઈને એવી વાત કહી કે લોકો ખુબ નારાજ થયા છે. અને શ્વેતા તિવારીના આ વિવાદિત નિવેદનને લઈને હિન્દુ સંગઠને મોરચો ખોલ્યો છે.
તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારીના વિવાદિત નિવેદનને લઈને હિન્દૂ સંગઠને મધ્યપ્રદેશના ગૃહમંત્રી પાસે અભિનેત્રી શ્વેતા તિવારી તેમજ વેબ સિરીઝના નિર્દેશક સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. હિંદુ સંગઠને આ મામલે શ્વેતા તિવારીને ચેતવણી આપી છે કે અભિનેત્રી તેના વિવાદિત નિવેદનને લઈને જાહેરમાં માફી માંગે અને જો તે આમ નહિ કરે તો હિન્દૂ સંગઠન આ વેબસીરીઝનું શૂટિંગ થવા દેશે નહિ.
હિન્દૂ સંગઠનના નેતા ચંદ્રશેખર તિવારીએ જણાવ્યું હતું કે, શ્વેતા તિવારીએ હિન્દુઓની લાગણીઓ ઠેસ પહોંચાડવા માટેનો કોન્ટ્રાક્ટ લઇ રાખ્યો છે. તેમણે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને આ મામલે અભિનેત્રી અને વેબસીરીઝના નિર્દેશકની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. તેમજ ચેતવણી આપી છે કે હિન્દુ સંગઠન ભોપાલમાં શ્વેતા તિવારીની વેબ સિરીઝનું શૂટિંગ થવા દેશે નહિ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારના રોજ અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની આગામી વેબ સિરીઝની જાહેરાત કરવા માટે માધ્યપ્રદેશના ભોપાલ ખાતે પહોંચી હતી. જ્યાં તેણે વેબસીરીઝની જાહેરાતને લઈને પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ‘ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે’. શ્વેતા તિવારીના આ નિવેદન બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યા છે. હાલ શ્વેતા તિવારી તેના વિવાદિત નિવેદનને લઈને મુશ્કેલીમાં મુકાઈ છે.