અમેરિકા અને કેનેડાની ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર 7 ગુજરાતીઓને લઈને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
ગયા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદ પરથી ગેરકાયદેસર રીતે 7 ગુજરાતીઓ પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે અમેરિકા અને કેનેડા સરહદ નજીક સાત ભારતીય નાગરિકોની બોર્ડર પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી, જેને લઈને હાલમાં ઘણો ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે હવે આ સાત ભારતીય નાગરિકોને બોર્ડર પરથી ધરપકડ કરાયેલાને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને હવે તેમને પાછા ભારત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો કે આ સાતેય નાગરિકો ગુજરાતી હોવાનું સામે આવેલ છે.
આ સાતેય નાગરિકોને અમેરિકન બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ હવે ભારત મોકલવામાં આવશે. અમેરિકન કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શનના નિવેદન પ્રમાણે આ આ સાતેય ભારતીય નાગરિકો ગયા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની સરહદ પરથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યા હતા આ દરમિયાન તેમની ધરપકડ કરીને તેમના પર ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ સાતમાંથી છ નાગરિકોને ‘ઓર્ડર ઓફ સુપરવિઝન હેઠળ’ રાખવામાં આવ્યા હતા અને તેમાંથી એક નાગરિકને માનવીય હેતુને ધ્યાનમાં રાખીને ‘ઓર્ડર ઓફ રિકૉગ્નિઝન્સ’ હેઠળ રાખવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે 47 વર્ષીય સ્ટીવ શેન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને આ શેન્ડની 19 જાન્યુઆરીએ યુએસ-કેનેડા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. અને આ દરમિયાન તે 15 પેસેન્જરને લઈને વાનમાં જઈ રહ્યો હતો, જેમાં બે ભારતીય નાગરિકો હતા જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. જો કે આ વિસ્તારમાં મોટાપ્રમાણમાં માનવ દાણચોરી થતી હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.
આ અહેવાલ મુજબ, કેટલાક ભારતીયો, જેમાં મોટાભાગે પંજાબ અને ગુજરાતમાંથી, દર વર્ષે અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા રહે છે. આ લોકો પશ્ચિમમાં વધુ સારા સુખી જીવન અને નોકરીની સારી તકની શોધમાં ખરાબ હવામાનની પરિસ્થિતિમાં પણ અહીંથી જવાનો પ્રયત્ન કરતા રહે છે.