ઈ-બસમાં બેકાબૂ બનતા, 15 થી વધુ વાહનોને કચડતા અનેક લોકોને લીધે લીધા ઝપેટમાં
કાનપુરમાં ઈ-બસનો ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઈલેક્ટ્રીક બસ દ્વારા 17 વાહનોને ટક્કર મારવામાં આવી હતી. જેના લીધે આ અકસ્માત ભયાનક રહ્યો હતો. આ અકસ્માત છ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે ૧૨ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં ત્રણ હાલત ગંભીર પણ જોવા મળી છે.
જ્યારે ઈ-બસના કારણે ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને ટાટમિલ સ્થિત કૃષ્ણા હોસ્પિટલ અને ચારને હૈલત હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આ ઈ-બસ દ્વારા કેટલાક લોકોનો ભોગ લીધા બાદ ઈ-બસ ટાટમિલ ચારા રસ્તા પાસે આવેલ ડંપરના અથડાતા રોકાય હતી. ત્યાર બાદ બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, ગઈ કાલના રાત્રીના ઈ-બસ ઝડપી સ્પિડમાં ઘંટાઘર ચાર રસ્તાથી ટાટમિલ તરફ તે જઈ રહી હતી. તે દરમિયાન તે પુલની નીચે ઉતરી ઉલટી દિશામાં દોડવા લાગી અને જે પણ સામે આવ્યા તેને ઉડાવવા લાગી હતી. જેના લીધે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
તેના લીધે આ ઘટનામાં આ દૂર્ધટનામાં છ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ લોકો ઓળખ કરવામાં આવી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારની વાત કરવામાં આવે તો તેમાં 26 વર્ષીય શુમ સોનકર, 25 વર્ષિય ટ્વિંકલ સોનકર અને 24 વર્ષિય અરસલાન ના નામનો સમાવેશ થાય છે. જયારે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલ CCTV કેમેરાના ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવી છે.