કિશન ભરવાડ હત્યા કેસ મામલે રાજકોટમાં ધમાલ: પોલીસ રસ્તા પર ખુલ્લી રિવોલ્વર લઈને દોડ્યા, લાઠીચાર્જમાં અનેક ઘાયલ
ધંધુકાનામાં કિશન ભરવાડની હત્યા કેસ મામલે હવે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ડેરેક જીલ્લામાં આ કેસના પડઘા પડ્યા છે ત્યારે આજે રાજકોટમાં પણ માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોની રેલી યોજાઈ હતી જેમાં હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા. બોલાચાલી બાદ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરાતા ધમાલ મચી ગઈ હતી.
બેકાબુ ભીડ જોતા એક પોલીસકર્મીએ અચાનક રિવોલ્વર લઈને ટોળાની પાછળ દોડતા જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ બધા વચ્ચે કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ નાં નારાઓ પણ લાગી રહ્યા હતા. માલધારી સમજની માંગ છે કે કિશન ભરવાડ ના હત્યારાઓનું એનકાઉન્ટર થવું જોઈએ. અમદાવાદ, સુરત, સહિતના જિલ્લાઓમાં માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને કિશન ભરવાડની હત્યા કેસમાં ન્યાય ની માંગ કરી છે.
એવામાં આજે રાજકોટમાં રેલીમાં નાસભાગ મચી હતી. પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો ત્યાં દોડધામ મચી ગઈ હતી. ટોળાને કાબુમાં કરવા માટે એક પોલીસકર્મી રિવોલ્વર લઈને પાછળ દોડ્યા હતા. આ પોલીસકર્મી ક્રાઈમ બ્રાંચ ના અધિકારી હોવાનું કહેવાઈ રહ્યું છે જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. જો કે પોલીસ આ રીતે રિવોલ્વર લઈને દોડતા લોકો ડરી ગયા હતા, પણ ટોળું પોલીસ પર હુમલો ન કરે તે માટે સ્વબચાવમાં પોલીસે રિવોલ્વર કાઢી હોય શકે છે.