સુરત: Video બનાવવાના ચક્કરમાં પરિવારમાં છવાયો શોકનો માહોલ, 19 વર્ષના યુવકનું આવી રીતે મોત
આજકાલ લોકોને સોશ્યિલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછાં ઘણી જોવા મળી રહી છે જેને લઈને દરેક નાનાથી લઈને મોટા સોશ્યિલ મીડિયા પર તેમના ખાસ કરીને શોર્ટ વિડીયો બનાવતા રહે છે. અને તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતા રહે છે અને તેમાં તેમાં તેમના મિત્રોની લાઈક અને કોમેન્ટો આવે છે અને તેમના આ વિડીયો વધુ વાયરલ થવાને કારણે તેઓ ફેમસ બનતા રહે છે, જેના કારણે મોટા ભાગના લોકો વધુ રિસ્ક વાળા વીડિયો બનાવવામાં જરાક પણ સંકોચ કરતા નથી પરિણામે તેમને તમને જીવ ગુમાવવાનો પણ વાળો આવી જાય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે.
જો કે આ ઘટનામાં એક યુવક કેનાલ વોક વે પર તેનો શોર્ટ વીડિયો બનાવી રહ્યો હતો. અને આ દરમિયાન તેનો પગ લપસી જતા તે ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. ત્યારે આ જવાન દીકરાના મોતના સમાચાર સાંભળતા જ તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના સિટી લાઈટ વિસ્તારમાં કેનાલ વોક વે પર એક 19 વર્ષનો યુવક શોર્ટ વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. બીજી તરફ આ યુવકનું મોતની તપાસ કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. જો કે આ ઘટનાની જાણ થતા 108ને કોલ કરીને પહેલા તેને સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને બચાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છતાં તેને બચાવી શકાયો નહિ અને તેનું મોત થયું હતું.
જો કે પરિવારના જણાવ્યા અનુસાર તેમના પુત્રને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ખુબ જ હતો. અને તે અવારનવાર સોશ્યિલ મીડિયા પર વીડિયો બનાવતો રહેતો હતો. આ યુવક મૂળ પોરબંદરનો રહેવાસી હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. જેને ધોરણ- 9 બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા તેના પિતા સાથે જ સાડીના વેપારમાં જોડાયો હતો.