BollywoodIndia

લતા મંગેશકરની તબિયત ફરી બગડતા વેન્ટીલેટર પર રખાયા, સેલીબ્રીટીઓ પહોચવા લાગ્યા હોસ્પિટલ

લતા મંગેશકરની તબિયત ફરીવાર લથડવાના સમાચાર આવી રહ્યા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ લતા મંગેશકરની છેલ્લા 27 દિવસથી સુધારો થઈ રહ્યો હતો અને તેમની તબિયત અચાનક બગડતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. ડૉ.પ્રિતિત સમદાનીના જણાવ્યા અનુસાર, તેઓ હાલમાં ICUમાં છે અને હાલમાં તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન, રાજ ઠાકરે લતાજીની હાલત જાણવા માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.તેમની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા છે. આ સમાચાર પછી લતાજીના સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા તેમના કરોડો ચાહકો ફરી ચિંતિત થઈ ગયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લતાજીની સારવાર ચાલી રહી છે.

લતાજી છેલ્લા 27 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં તેને કોરોના સંક્રમણ બાદ દાખલ કરવામાં આવ્યા હતા.ઘણી વખત તેમની તબિયત સુધરી હતી અને આજે ફરી તેમની તબિયત લથડી છે. લતા મંગેશકરની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક ખોટી અટકળો ચાલી રહી હતી, પરંતુ પાછળથી, લતાજીની ટીમે અફવાઓનો જવાબ આપ્યો અને કહ્યું કે બધાને અપીલ છે કે કોઈપણ પ્રકારના ખોટા સમાચારને ફેલાવશો નહીં.