ગુજરાતમાં અંતે કોરોનાની ત્રીજી લહેરને વિદાઈ, કેસમાં જોવા મળ્યો મોટો ઘટાડો
ગુજરાતમાં અંતે કોરોનાની ત્રીજી લહેરે જાણે વિદાઈ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1500 થી નીચે કેસ આવી ગયા છે તે રાહતની વાત છે.ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 14 લોકોના મોત નીપજ્યા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન આજે 2570 કેસ સામે આવ્યા છે.
તેની સાથે કોરોનાના કેસની કુલ સંખ્યા 12,16,330 પહોંચી ગઈ છે. તેની સાથે કોરોનાથી મુત્યુનો આંકડો 10822 પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,92,841 પહોંચ્યો છે.તેની સાથે રાજ્યમાં મોટા શહેરોમાં નોંધાયેલ કેની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 341, વડોદરા શહેરમાં 170, બનાસકાંઠામાં 71, વડોદરા ગ્રામ્ય 64, સુરત ગ્રામ્ય 46, સુરત શહેર 34, ખેડા 31, ગાંધીનગર શહેર 25, કચ્છ 25, મહેસાણા 24, રાજકોટ ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા છે.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ચાર અને અમદાવાદ શહેરમાં, પંચમહાલ, સુરત ગ્રામ્ય, મહીસાગર, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગરમાં એક કેસનો મોત નીપજ્યું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં 12667 એક્ટીવ કેસ રહેલા છે જેમાં 84 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે વેક્સીનેશન કામ પણ જોરશોર ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના વેક્સીનના 10 કરોડ 10 લાખ 23 હજાર 671 ના ડોઝ લોકોને આપવામાં આવેલ છે.