GujaratIndiaNews

જો તમે અમદાવાદથી ચોટીલા બાજુ જાઓ તો આ હોટેલમાં જમવા માટે ચોક્કસ જજો,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ચોટીલાથી ૪ કિમીના અંતરે આવેલ આ હોટેલ વિશે,જેનું નામ બલદેવ હોટેલ છે,જ્યાં તમે ૧૦૦ રૂપિયામાં અનલિમિટેડ જમી જમી શકો છો.જેમાં ઘી,ગોળ,સલાડ,૭ જાતના શાક,ચોખ્ખા ઘીનો શીરો,દહીનો ઓળો,દાળ-ભાત,છાશ આ બધુ જ તમે ભરપેટ જમી શકો છો.

જો આપણે એડ્રેસની વાત કરીએ તો અમદાવાદથી ચોટીલા જતાં સાંઘાણી ગામ નજીક આ હોટેલ આવેલ છે.હોટેલના માલિકનું નામ કાળુંભાઈ છે.તેમના કહેવા અનુસાર,તેઓ છેલ્લા ૨૭ વર્ષથી આ ધંધો કરી રહ્યા છે.અહી તેમના પિતાએ ફક્ત ૫ રૂપિયાથી શરૂઆત કરી હતી.અહિયાં જમવા લોકો દૂર-દૂરથી આવે છે.

જો તમે પણ ચોટીલા બાજુ જાઓ તો આ હોટલમાં જમવા માટે ચોક્કસ જજો,ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.