GujaratSouth GujaratValsad

વલસાડ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર સર્જાયો ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત

વલસાડ જિલ્લાથી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવકના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ગઈ કાલની રાત્રીના આ ઘટના બની હતી. આ ઘટના વલસાડ જીલ્લાના પારડી નજીક બની હતી. આ અકસ્માત સર્જાતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પાસે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

જ્યારે આ ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. ત્યાર બાદ પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના છે. પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં ત્રણ યુવકના કરુણ મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણકારી સામે આવી છે કે, વલસાડ જિલ્લાના પારડી પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રીના એક પલ્સર બાઈક પર ત્રણ યુવકો સાથે ફૂલ ઝડપે જઈ રહ્યા હતા તે દરમિયાન તેની ટક્કર કોઈ અજાણ્યા વાહનથી થઈ ગઈ હતી.

જેમાં ત્રણે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જાતા વાહનચાલકો અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા સૌથી પહેલા મૃતદેહ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. તેના પછી યુવકોના આઈકાર્ડ દ્વારા મૃતદેહની પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. એવામાં પોલીસ દ્વારા અત્યારે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ઘટનામાં કોણ જવાબદાર હતું.