મોબાઈલ એપ્લીકેશન દ્વારા લોન આપી બ્લેકમેલ કરાતા પીડિતોને મદદ કરવા કોંગ્રેસ આગળ આવી
ગૂગલ પ્લે સ્ટોરની અલગ-અલગ લોન એપ્લીકેશન દ્વારા લોન આપ્યા બાદ કોંગ્રેસ ભારે વ્યાજ વસૂલનારા અને બ્લેકમેલ કરનારાઓ સામે મેદાનમાં ઉતરી છે. આવા કાંડ નો ભોગ બનેલા લોકો માટે કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જારી કરીને સંપૂર્ણ મદદ કરવાની વાત કરી છે.શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નૈશાદ દેસાઈએ પત્રકાર પરિષદમાં હેલ્પલાઈન નંબર 9904670696ની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લિકેશન્સ છે જે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અને સેલ્ફી દ્વારા 10 હજારથી 50 હજાર રૂપિયાની લોન આપે છે, પરંતુ પછીથી 200 ટકાથી વધુ વ્યાજ વસૂલવામાં આવે છે અને જો રૂપિયા ના આપો તો વ્યક્તિ ને ધમકીઓ આપવામાં આવે છે.
ઘણા લોકો આ પ્રકારના બ્લેકમેલિંગનો શિકાર બની રહ્યા છે, તો પીડિત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. કોંગ્રેસ દ્વારા તેમને ન્યાય અપાવવાના પ્રયાસો કરવામાં આવશે. સાથે જ આવા બ્લેકમેઈલીંગના કિસ્સાઓને લઈને કોંગ્રેસ પોલીસ કમિશ્નરને પણ મળીને આ અંગે કડક કાર્યવાહી કરવા જણાવશે.